ઓસ્ટ્રેલિયા સામે હમંણા જ સમાપ્ત થયેલી સીરિઝમાં શાનદાર પ્રદર્શન બાદ કોહલી નંબર-1 અને રોહિત શર્મા નંબર-2 પર છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે સીરિઝ 2-1થી જીતી હતી.
કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની સીરિઝમાં સૌથી વધારે 186 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 171 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ત્રીજી વન ડેમાં શાનદાર 119 રન ફટકાર્યા હતા.
પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ 829 અંકની સાથે ત્રીજા સ્થાને છે.
ભારતીય બેટ્સમેન શિખર ધવને બે મેચમાં 170 રન બનાવતા 15માં સ્થાને પહોંચી ગયો છે.
ભારતીય ફાસ્ટ બોલર બુમરાહ બોલિંગની યાદીમાં 764 અંકની સાથે ટોચના સ્થાને છે. જે બાદ ન્યૂઝીલેન્ડના બોલર ટેન્ટ્ર બોલ્ટ અને અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાન ત્રીજા સ્થાને છે.
ઓલરાઉન્ડરની યાદીમાં રવીન્દ્ર જાડેજા ટોપ 10માં સમાવેશ થયો છે.
ડેવિડ વોર્નરની એક સ્થાનનો ફાયદો થતા છઠ્ઠા સ્થાને આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ સીરિઝમાં 229 રન બનાવતા 23માં સ્થાને પહોંચી ગયો છે.