- બુધવારે ICC દ્વારા જાહેર કરાયા રેન્કિંગ
- વિરાટ કોહલી પ્રથમ સ્થાને યથાવત રહ્યો
- જોની બેર્સ્ટો 7માં ક્રમાંકે યથાવત રહ્યો
હૈદરાબાદ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વન-ડે બેટ્સમેનની રેન્કિંગમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 4થા ક્રમાંકે ધકેલાયો છે.
રિષભ પંતે ટોપ-100માં સ્થાન મેળવ્યો
ભારતના મર્યાદિત ઓવરના વાઇસ કેપ્ટન રોહિત શર્મા ત્રીજા ક્રમે છે. જ્યારે કે એલ. રાહુલ 31થી 27માં સ્થાને પહોંચી ગયા છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 42મો ક્રમ મેળવ્યો છે અને રિષભ પંતે ટોપ-100માં પ્રવેશ કર્યો છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારેનવ સ્લોટ આગળ આવીને 11માં સ્થાને પહોંચ્યો છે. શાર્દુલ ઠાકુર 93માં ક્રમથી 80માં ક્રમે પહોંચ્યો છે. ઇંગ્લેન્ડ માટે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ 4 સ્થાન આગળ વધીને 24મા સ્થાને રહ્યો છે. જ્યારે જોની બેર્સ્ટો 796 પોઈન્ટ્સ સાથે 7માં ક્રમે યથાવત રહ્યો છે.