નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને 12 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાના શેન વોટ્સન સાથેના વિવાદને યાદ કરતાં કહ્યું હતું કે, મેં જાણી જોઈને વોટ્સન કોણી મારી નહોતી.
મહત્વનું છે કે, વર્ષ 2008માં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બોલિંગ કરી રહેલા શેન વોટ્સનને ગંભીરથી હાથની કોણી વાગી હતી. રન લેતી વખતે ગંભીરની કોણી વોટસનને વાગી હતી. બાદમાં ગંભીરને આ કેસમાં દોષી સાબિત થયો હતો અને તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકાયો હતો.
આ વિવાદને યાદ કરતાં ગૌતમ ગંભીરએ એક શોમાં કહ્યું કે, ગૌતમ ગંભીરએ કહ્યું કે, "ઘણા લોકોનું કહેવું છે કે, મેં કોઈ ઇરાદાપૂર્વક વોટ્સનને કોણી મારી નહોતી, મેં કોઈ હેતુસર આવું કર્યું નથી. મેં શેન વોટસન સાથે આવું જાણી જોઈને નહોતું કર્યું. આ મેચ બાદ મને એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
ગંભીરે એમ પણ કહ્યું કે, "જ્યારે હું આ કેસની સુનાવણી કરવા ગયો, ત્યારે ગેરી કિર્સ્ટને મને સ્વીકારવાનું કહ્યું હતું. કારણ કે તે ક્રિસ બ્રોડ છે. આનાથી સહાનુભૂતિ મળશે અને તારા પર પ્રતિબંધ નહીં આવે. જ્યારે હું ગેરી સાથે અંદર ગયો ત્યારે ત્યારે ક્રિસે મને પૂછ્યું કે શું તમે તમારી ભૂલ સ્વીકારો છો, તો મેં હા પાડી હતી, પછી મારા પર પ્રતિબંધ લાગ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ મેચમાં ગૌતમ ગંભીરે શાનદાર બેટિંગ કરતા પ્રથમ ઇનિંગ્સમાં જોરદાર બેવડી સદી ફટકારી હતી. ગંભીર સિવાય વીવીએસ લક્ષ્મણે પણ બેવડી સદી ફટકારી હતી. જેથી ભારતે પ્રથમ દાવમાં 613 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 577 રન દ બનાવ્યા હતાં. આ મેચમાં અંતે કોઈ પરિણામ મળ્યું નહીં અને મેચ ડ્રો થઈ હતી.