હાર્દિક પાંડ્યાએ પોતાની મા સાથેના બે ફોટા શેર કર્યા છે, એક ફોટો તેમના નાનપણનો છે અને બીજો ફોટો હાલનો છે. હાલ હાર્દિક પંડ્યા લંડનમાં છે.
શુક્રવારના રોજ હાર્દિક પાંડ્યાએ પોતાની મા સાથેનો ફોટો શેર કર્યો હતો. એક ફોટામાં તેઓ પોતાની મા ના ખોળામાં બેઠા છે. જ્યારે બીજો ફોટો લેટેસ્ટ છે. જેમાં તેઓ પોતાના મા સાથે બેસી પોઝ આપી રહ્યાં છે. તેમને ટ્વીટ કરેલા ફોટોમાં લખ્યું કે- હંમેશા તમારી બાજુ છુ માં.
તમને જણાવી દઇએ કે છેલ્લા અઠવાડિયે હાર્દિક પંડ્યાની લંડનમાં સર્જરી થઇ છે. 2018ના એશીયા કપ પછી તેમની ફિટનસને લઇને તકલીફ પડી રહી છે. પણ આઇપીએલ સુધી તેઓ સ્વસ્થ થયા અને વર્લ્ડ કપ રમ્યા હતાં.