- ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટેની તૈયારી શરૂ
- હાર્દિક પંડ્યા, ક્રુણાલ અને બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ભારતીય ટીમમાં ઉમેર્યા
- સૂર્યકુમારને ત્રણેય મેચોમાં અંતિમ ઇલેવનમાં સ્થાન મળ્યું ન હતુ
મુંબઇ : ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, ક્રુણાલ અને બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ભારતીય ટીમમાં ઉમેરવામાંં આવ્યા હતા. રવિવારે ભારતે પુણેમાં ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં સાત રનથી જીત મેળવી શ્રેણી 2-1થી જીત મેળવી હતી.
આ પણ વાંચો : IPL સિઝન-13: આજે કિંગ્સ ઈલેવન અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો
મુંબઇ ઈન્ડિયન્સે ત્રણેયનો મુંબઇ પહોંચવાનો વીડિયો પોસ્ટ કર્યો
મુંબઇ ઈન્ડિયન્સે તેમના ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ પર આ ત્રણેયનો મુંબઇ પહોંચવાનો વીડિયો પોસ્ટ કર્યો છે. ક્રુનાલે આ શ્રેણીમાં વનડે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ સૂર્યકુમારને ત્રણેય મેચોમાં અંતિમ ઇલેવનમાં સ્થાન મળ્યું ન હતુ. સૂર્યકુમારે આ અગાઉ ટી-20 શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો : હું બેકઅપ ફાસ્ટ બોલર છું, સર્જરી બાદ ટેસ્ટ ક્રિકેટ રમવી પડકારજનકઃ હાર્દિક પંડ્યા
9 એપ્રિલે ચેન્નઈમાં ટુર્નામેન્ટના ઉદ્ઘાટનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે રમશે
ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈની ટીમ 9 એપ્રિલે ચેન્નઈમાં ટુર્નામેન્ટના ઉદ્ઘાટન મેચમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે રમશે.