હૈદરાબાદઃ ભારતીય ટીમના મુખ્ય કોચ કવિ શાસ્ત્રી આજે એટલે કે, 27 મેના દિવસે પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શાસ્ત્રી પોતાના બિંદાસ અંદાજ માટે જાણીતા છે.
શાસ્ત્રીનો જન્મ વર્ષ 1962માં મુંબઇમાં થયો હતો. તેણે ડાબોડી સ્પિન બોલર તરીકે શરૂઆત કરી હતી પરંતુ બાદમાં શાસ્ત્રીએ પોતાને બેટિંગ ઓલરાઉન્ડર બનાવ્યો હતો.
17 વર્ષની ઉંમરમાં કર્યું રણજી ડેબ્યુ
રવિ શાસ્ત્રીએ લગભગ 17 વર્ષની ઉંમરમાં મુંબઇ માટે રણજી ડેબ્યુ કર્યું હતું. તેમણે 21 ફેબ્રુઆરી 1981એ વેલિંગટનમાં ડેબ્યુ કર્યું હતું. શાસ્ત્રીએ પોતાના પહેલો મૅચમાં જ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. શાસ્ત્રીએ બંને પારીઓમાં 3-3 વિકેટ લીધી હતી. બીજી પારીની 3 વિકેટ તો તેમણે 4 બોલની અંદર જ લીધી હતી.
1 થી 10 બેટિંગ પોઝિશન પર કરી બૅટિંગ
રવિ શાસ્ત્રીએ નંબર 1થી 10 સુધી બધી જ બેટિંગ પોઝિશન પર બૉલિંદ કરી છે. વર્ષ 1982 રવિ શાસ્ત્રી કરિયરમાં આગળ વધવાનો શાનદાર અવસર મળ્યો હતો અને તે અવસર હતો પોતાને એક શુદ્ધ બૉલરના રુપમાં સાબિત કરવાનો. ઇંગ્લેન્ડના ઓવલ મેદાન પર પ્રથમ વખત તેને ટેસ્ટ શ્રેણી ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. તેણે ઓપનર તરીકે 66 રન બનાવ્યા, વર્ષ 1984 માં ટીમ ઈન્ડિયા ત્રીજી વખત પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. પાકિસ્તાને 1984 ની લાહોર ટેસ્ટમાં 428 રન બનાવ્યા હતા. પરંતુ ભારતીય ટીમ તે સમયે પ્રથમ દાવમાં ફક્ત 156 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાને તેને ફોલો અપ કરવા ખાતરી આપી. ભારત તે સમયે સંઘર્ષ કરી રહ્યું હતું, જેમાં 92 રન આપીને 6 વિકેટ ગુમાવી હતી. પરંતુ રવિ શાસ્ત્રી અને મોહિન્દર અમરનાથ વચ્ચે 126 રનની ભાગીદારીએ પાકિસ્તાનનો વિજય છીનવી લીધો અને મેચ ડ્રો થઈ ગઈ હતી.
એક ઓવરમાં છ સિક્સર
રવિ શાસ્ત્રી એ પહેલો ભારતીય હતો જેણે એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી, જોકે તેણે ઘરેલુ ક્રિકેટમાં આ પરાક્રમ કર્યું હતું. તેણે 1985 માં રણજી ટ્રોફીમાં બોમ્બે (હાલ મુંબઇ) તરફથી રમીને બરોડા સામેની એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી.
આવી રહી કારકિર્દી
ભારત તરફથી 80 ટેસ્ટ રમનારી શાસ્ત્રીએ 11 સદીની મદદથી 3830 રન બનાવ્યા હતા, જ્યારે 151 વિકેટ પણ લીધી હતી. 150 વન ડેમાં તેણે 410 સદી સહિત 3108 રન બનાવ્યા છે, જ્યારે 129 વિકેટ પણ લીધી છે.
ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન
રવિ શાસ્ત્રીનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે મજબૂત હતો. તેણે કાંગારૂ સામે 9 ટેસ્ટમાં 77.75 ની સરેરાશથી 622 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 1 અડધી સદીનો સમાવેશ છે.
કોચિંગ કારકિર્દી પણ રહી શાનદાર
રવિ શાસ્ત્રીની કોચિંગ કેરિયર પણ લાજવાબ રહ્યું છે. તેણે 2017 માં ભારતીય ટીમના મુખ્ય કોચની જવાબદારી સંભાળી હતી. વર્ષ 2018-19માં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને ટેસ્ટ શ્રેણી જીતી હતી. ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ ટેસ્ટ શ્રેણીની જીત હતી. શાસ્ત્રી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતનાર પ્રથમ ભારતીય કોચ છે.
રવિ શાસ્ત્રીના કાર્યકાળમાં ભારતે 21 ટેસ્ટ મેચ રમી છે. જેમાં ટીમે 13 મેચ જીતી છે.
ભારતે તેમના કાર્યકાળ દરમિયાન 36 ટી -20 મેચ રમી છે, જેમાં 25 મેચ જીતી હતી. ભારતે વનડેમાં 60 માંથી 43 મેચ જીતી છે. રવિના કોચ બન્યા બાદ ટીમ ઈન્ડિયાનો સફળતાનો દર 70 ટકા રહ્યો છે. રવિના કોચ બન્યા બાદ ટીમ ઈન્ડિયાએ બે વાર એશિયા કપ કબજે કર્યો છે.