નવી દિલ્હીઃ પૂર્વ ભારતની ટીમના ઓપનર ગૌતમ ગંભીરે શનિવારના રોજ કહ્યું કે, હું મારા પૂર્વ સાથી ખેલાડી યુવરાજ સિંહ સાથે સહેમત છું, હાલના સમયમાં આદર્શ ખેલાડીયોની કમી છે.
ઓલરાઉંડર યુવરાજ સિંહે થોડા સમય પહેલા જ કહ્યું કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા સિવાય હાલની ભારતની ટીમમાં આદર્શ ખેલાડિયો નથી.
વધુમાં કહ્યું કે, જેમ વર્ષ 2000માં અમારી સામે ટીમનું માર્ગદર્શન કરવા માટે દ્રવિડ, કુંબલે, લક્ષ્મણ, સૌરવ અને સચિન જેવા ખેલાડીઓ હતા.
ગંભીર કહ્યું કે, તમારી સાથે સીનિયર ખેલાડીઓનું હોવુ પણ જરૂરી છે. કારણ કે, મુશ્કિલ સમયમાં આવા ખેલાડીઓ તમારી મદદ કરી શકે છે. જ્યારે હાલના સમયમાં મને નથી લાગતુ કે ભારતીય ટીમમાં વધારે સીનિયર ખેલાડિયોની હાજરી છે, જે પોતાના અંગત લાભને દૂર રાખીને યુવાન ખેલાડીઓની મદદ કરશે.
જ્યારે ગંભીરે દિલ્હી સરકારને 50 લાખ રૂપિયાની મદદ કરી છે અને કહ્યું કે, આ સંકટના સમયમાં દિલ્હીના લોકોની મદદ કરવી અમારી સૌથી મોટી ફરજ છે.