હૈદરાબાદ: ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ કોચમાં ગણતરી પામનારા ગેરી કસ્ટર્ન વર્ષ 2008થી લઇને 2011 સુધી ભારતીય ટીમના કોચ રહ્યાં હતાં. તે સમય ગાળા દરમિયાન વર્ષ 2009માં ભારતીય ટેસ્ટ ટીમ નંબર-1 બની હતી અને તેના બે વર્ષ બાદ 2011માં વર્લ્ડ કપ પણ જીતી હતી. સાઉથ આફ્રિકાના કસ્ટર્નને વિવાદિત કોચ ગ્રેગ ચેપલ સામે રિપ્લેસ કર્યા હતા અને સચિન તેંદુલકર જેવા સ્ટાર ખેલાડી અને વિરાટ કોહલી જેવા યુવા ક્રિકેટર્સની વચ્ચે બેલેન્સ પણ બનાવ્યુ હતું.
ટીમ ઇન્ડિયાના હાલના કેપ્ટન કોહલીએ વર્ષ 2008માં વન ડે ટીમમાં ડેબ્યુ કર્યુ હતુ અને કસ્ટર્ને વિરાટને કહ્યું હતુ કે તેમાં ધણી કાબિલિયત અને પ્રતિભા છે.
કસ્ટર્નને શ્રીલંકા વિરૂદ્ધની વન ડે સીરીઝ યાદ છે. જેમાં વિરાટ મોટા શોટ રમવાની લ્હાયમાં આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ ગેરીએ કોહલીને સમજાવ્યો હતો કે પોતાની રમતને આગળના સ્તરેે લઇ જવા માગતા હોય તો પોતાના મેચમાં રિસ્કને હટાવવુ પડશે.
કસ્ટર્ને કહ્યું કે, ' જ્યારે હું કોહલીને મળ્યો, તેની પાસે કાબિલિયત અને પ્રતિભા હતી અને તે યુવા પણ હતો, પરંતુ મને ખબર હતી કે તે તેનું સારૂ પ્રદર્શન નથી કરી રહ્યો. જેના પર અમારી કેટલીક વાર ચર્ચા થઇ હતી. એ વાત હું ક્યારેય નહી ભૂલી, જેમાં અમે શ્રીલંકા વિરૂદ્ધ વન ડે સીરીઝ રમી રહ્યાં હતા અને તે બેટિંગ કરતો હતો, ત્યારે તે 30 રન બનાવી આઉટ થયો હતો, ત્યારે તેને વિચાર્યુ કે તેને મોટો શોટ રમવો જોઇએ અને લોન્ગ ઓન પર છક્કો મારવો જોઇએ અને તે આઉટ થઇ ગયો હતો.
કસ્ટર્ને આગળ જણાવતા કહ્યું કે, ' વિરાટને કહ્યું કે જો ક્રિકેટને આગળ સુધી પહોંચાડવુ હોય તો ગ્રાઉન્ડ શોટ રમવા પડશે. તેને મારી વાતને સાંભળી અને તેને આગામી મેચમાં કોલકત્તામાં શતક ફટકાર્યુ હતું. જે કોહલીનું પ્રથમ શતક હતું.