ETV Bharat / sports

COVID-19ની લડતમાં ભારતીય મહિલા ક્રિકેટરો પણ જોડાઈ, કેપ્ટન મિતાલીએ આપ્યા 10 લાખ - ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

મિતાલી રાજે કોરોના મહામારી સામે લડવા 10 લાખનું દાન કર્યુ છે. તો ભારતીય મહિલા ક્રિકેટર દિપ્તી શર્માએ પણ પશ્ચિમ બંગાળ આપાતકાલીન રાહત ભંડોળમાં 50 હજારનું દાન કર્યુ હતું.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
author img

By

Published : Mar 31, 2020, 9:55 AM IST

બેંગલુરુ : ભારતીય મહિલા વન-ડે ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે કોરોના મહામારી સામે લડવા 10 લાખનું દાન કર્યુ છે. મિતાલી રાજે પ્રધાનમંત્રી રાહત કોષ ભંડોળમાં 5 લાખ જ્યારે તેલંગણા રાહત કોષ ભંડોળમાં પાંચ લાખ રૂપિયાનું દાન કર્યુ છે.

મિતાલી રાજ
ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ

મિતાલી રાજે આ અંગે જાણકારી આપતા ટ્વિટ કર્યુ હતું કે, આપણે સાથે મળીને આ મહામારીને દેશમાંથી નાબૂદ કરવી પડશે. હું પ્રધાનમંત્રી રાહત કોષ ભંડોળમાં પાંચ લાખ જ્યારે તેલંગણા રાહત ભંડોળમાં પાંચ લાખ રૂપિયાનું દાન કરું છું.

આ પહેલા પણ ભારતીય મહિલા ક્રિકેટરો કોરોનાની લડાઈમાં સામેલ થઈ છે. દિપ્તી શર્માએ પણ પશ્ચિમ બંગાળ આપાતકાલીન રાહત ભંડોળમાં 50 હજારનું દાન કર્યુ છે. તેણે પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં તેમજ ઉત્તર પ્રદેશ રાહત ભંડોળમાં અલગથી દાન કર્યુ છે.

Deepti Sharma
દિપ્તી શર્માએ પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં દાન કર્યું

પૂર્વ ભારતીય ખેલાડી અને વર્તમાન બંગાળ અંડર-19 મહિલા ક્રિકેટ ટીમની કોચ પ્રિયંકા રોયે પણ રાજ્ય રાહત ભંડોળ કોષમાં 10,000 જ્યારે બંગાળ મહિલા સિનિયર કોચ શિવ શંકર પાલે રાજ્ય રાહત ભંડોળકોષમાં પોતાનું યોગદાન આપ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.