મુંબઈ: કોરોના વાઇરસ મહામારીના કારણે 2 મહિના કરતા વધુ સમય ઘરમાં રહેવા મજબૂર થયેલા ભારતીય દિગ્ગજ ઓફ સ્પિનપર રવિચંદ્રન અશ્વિને ગુરુવારે કહ્યું કે, તે હવે અસહજ અનુભવી રહ્યા છે અને મેદાનમાં ઉતરીને રમવા માટે ઉત્સુક છે.
અશ્વિને સદગુરુ સાથે ઓનલાઈન ચર્ચા દરમિયાન કહ્યું કે, શરૂઆતમાં મને લાગ્યું કે હું ઠીક છું, પરંતુ હવે હું અસહજ થઇ રહ્યો છું. હું મેદાનમાં રમવા માગુ છું.
વાતચીત દરમિયાન અશ્વિને હોસ્ટની ભૂમિકા નિભાવી અને સદગુરુને કોવિડ-19 અને અન્ય મુદ્દા પર ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 33 વર્ષીય સ્પિનર અશ્વિન ચેન્નઈમાં રહે છે અને ત્યાં હજૂ રમતની ગતિવિધિને શરુ કરવામાં આવી નથી.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન આ વખતની IPL સીઝનમાં કિંગ્સ ઈલેવન પંજાન માટે નહીં, પરંતુ દિલ્હી કેપિટલ્સ માટે રમશે. અશ્વિન 2 વર્ષ સુઘી પંજાબ ટીમના કેપ્ટન રહ્યા છે, પરંતુ ગત વર્ષે હરાજીથી તે દિલ્હી સાથે જોડાયા છે.