જય શાહ (સચિવ)
અમિત શાહનો પુત્ર જય શાહ BCCIની ટીમમાં સૌથી યુવા સભ્ય છે. જય શાહ સેક્રેટરીની ભૂમિકા નિભાવશે. 31 વર્ષીય જય શાહ 2009થી ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલ છે. તે અમદાવાદના સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટનાં સભ્ય પણ રહી ચૂક્યા છે.
અરુણ સિંહ ધૂમલ (ખજાનચી)
પૂર્વ BCCIના પ્રમુખ અનુરાગ ઠાકુરના નાના ભાઈ અરુણ સિંહ ધુમલની BCCIના ખજાનચી તરીકે નિયુકતી કરવામાં આવી છે. તે છેલ્લા વર્ષ હિમાચલ પ્રદેશ સંગઠનના અધ્યક્ષ બન્યા હતાં. તેમના પિતા પ્રેમકુમાર ધૂમલ હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. અરુણને ક્રિકેટ ઍસોસિયેશનમાં કામ કરવાનો લાંબો અનુભવ છે.
જયેશ જોર્જ (સંયુકત સચિવ)
પૂર્વ BCCIના નવા સંયુક્ત સચિવ બનેલા જયેશ જોર્જ કેરળ ક્રિકેટ એસોસિએશનમાં પણ હતાં. 50 વર્ષના જયેશ KCAમાં, તે સંયુક્ત સચિવ, સચિવ અને એસોસિએશનના પ્રમુખ તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે. એટલું જ નહીં, તે ટીમ ઇન્ડિયા સાથે મેનેજર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
મહીમ વર્મા (ઉપાધ્યક્ષ)
વર્ષ 2009માં સતત 10 વર્ષ સુધી પૂર્વ ક્રિકેટર મહીમ વર્મા ક્રિકેટ એસોશિએશન ઓફ ઉતરાખંડના સંયુક્ત સચિવ રહ્યા છે. તે પહેલા આ પદ તેમના પિતા પીસી વર્મા પાસે હતું. આ પદની ચુંટણી છેલ્લા મહિનામાં થઈ હતી.