ETV Bharat / sports

બાળકનો જન્મ થવાના કારણે રૂટ પહેલા મેચમાંથી બહાર થઇ શકે છે, આ ખેલાડી બની શકે છે કેપ્ટન - ઉપ-કપ્તાન બેન સ્ટોક્સ

ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન જો રૂટની જુલાઇમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પ્રારંભીક ટેસ્ટમાં રમવાની સંભાવનાઓ ઓછી છે. કારણ કે, તેમના બીજા બાળકનો જન્મ તે જ સમયગાળા દરમિયાન થઇ શકે છે, જેથી ઉપ-કપ્તાન બેન સ્ટોક્સ કેપ્ટનની જવાબદારી સંભાળશે.

joe-root-could-miss-1st-windies-test
બાળકનો જન્મ થવાને કારણે રૂટ પહેલા મેચ માંથી બહાર થઇ શકે છે
author img

By

Published : Jun 3, 2020, 10:23 PM IST

નવી દીલ્હીઃ ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન જો રૂટની જુલાઇમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પ્રારંભીક ટેસ્ટમાં રમવાની સંભાવનાઓ ઓછી છે. કારણ કે તેમના બીજા બાળકનો જન્મ તે જ સમયગાળા દરમિયાન થઇ શકે છે, જેથી ઉપ-કપ્તાન બેન સ્ટોક્સ કેપ્ટનની જવાબદારી સંભાળશે.

રૂટનું માનવું છે કે, બેન સ્ટોક્સ શાનદાર કેપ્ટન સાબિત થશે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ શેડ્યૂલ બદલાયા પછી જુલાઈમાં ઇંગ્લેન્ડના પ્રવાસે આવશે, જ્યા દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં મેચ રમાશે.

joe-root-could-miss-1st-windies-test-for-birth-of-child
બાળકનો જન્મ થવાને કારણે રૂટ પહેલા મેચ માંથી બહાર થઇ શકે છે.

પ્રથમ ટેસ્ટ 8 જુલાઇના રોજ સાઉથમ્પટનમાં શરૂ થશે અને રૂટની પત્ની કેરીને બીજા બાળકના જન્મ માટે જુલાઇની શરૂઆતની તારીખ આપવામાં આવી છે. રૂટે કહ્યું કે, આપવામાં આવેલી તારીખને કારણે વસ્તુઓ થોડી જટિલ બની ગઈ છે. તબીબી ટીમ સાથે ચર્ચા કરવામાં આવી છે અને અમે તેની સાથે અપડેટ થવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. હું અત્યારે કંઈ કહી શકતો નથી.

29 વર્ષીય જો રૂટે વર્ષ 2017થી કોઈ ટેસ્ટ ચૂક્યો નથી. તેણે કહ્યું હતું કે, ક્રિકેટને લઈને જે પણ પરિસ્થિતિ હોય તે બાળકના જન્મ દરમિયાન ત્યા હાજર રહેશે. રૂટે એમ પણ કહ્યું હતું કે તેમની ગેરહાજરીમાં બેન સ્ટોક્સ ટીમની કમાન સંભાળશે.

રૂટે વધુમાં કહ્યું, "બેન કેપ્ટન થશે તો તે અદભૂત હશે. ઉપ-કેપ્ટન તરીકેની તેમની શ્રેષ્ઠ વિશેષતા એ છે કે તેણે ઘણા નવા ઉદાહરણો રજૂ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.