લંડનઃ ઇગ્લેન્ડનાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચેરે તાજેતરમાં જ એક રેડિયો ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું વર્લ્ડ કપ વિજેતા દરમિયાન આપવામાં આવેલા મેડલને શોધી રહ્યો હતો. જે થોડા સમય પહેલા મે ઘર શિફ્ટ કર્યું ત્યારે ખોવાઇ ગયું હતો. તેમજ કહ્યું કે આ મેડલને મે એક તસ્વીરની ટોચ પર લટકાવી રાખ્યું હતો પરંતુ હવે આ મેડલ મળતું નથી.
જો કે જોફ્રા આર્ચેરે ખોવાઇ ગયેલા મેડલનો ફોટો શેર કરતાં લખ્યું કે, ઘણીબધી જગ્યાએ શોધ ખોળ કર્યા બાદ અચાનક જ બેડરૂમમાંથી મને મારો મેડલ મળી ગયો છે. ઉલ્લેખનીય છે કે આર્ચરે એક રેડિયો ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મે લોકડાઉન દરમિયાન મોટાભાગનો સમય આ મેડલ શોધવામાં જ પસાર કર્યો છે અને જ્યા સુધી મેડલ નહી મળે ત્યા સુધી હુ તેને શોધ્યા કરીશ.
-
Randomly searching the guest bedroom and boom 🥺 pic.twitter.com/EPNC55tN37
— Jofra Archer (@JofraArcher) April 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Randomly searching the guest bedroom and boom 🥺 pic.twitter.com/EPNC55tN37
— Jofra Archer (@JofraArcher) April 26, 2020Randomly searching the guest bedroom and boom 🥺 pic.twitter.com/EPNC55tN37
— Jofra Archer (@JofraArcher) April 26, 2020
આર્ચરે વધુમાં કહ્યું હતું કે "હું જાણું છું કે આ વલ્ડ કપ વિજેતા મેડલ ઘરમાં હોવો જ જોઇએ, તેથી હું તેને શોધવા માટે પાગલ થઇ ગયો છું" આર્ચરે ગયા વર્ષે જુલાઇમાં રમાયેલા વલ્ડ કપમાં 20 વિકેટ ઝડપી હતી. ઇગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી આ વર્લ્ડ કપની ફાઇનલ મેચ ટાઇ થઇ હતી ત્યારબાદ સુપર ઓવર પણ ટાઇ થતા બાઉન્ટ્રી નિયમોના આધારે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરાયું હતું.