ETV Bharat / sports

Under 19 WC: ભારતના આ યુવાન સ્ટાર વિરાટની ટીમમાં સ્થાન બનાવી શકે છે

ભારતની અંડર 19 ટીમ 4 વખત વર્લ્ડ કપ જીતનારી એક માત્ર ટીમ છે. 2020ના અંડર 19 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમ વિજેતાના તાજથી માત્ર 1 પગલું દૂર છે.

author img

By

Published : Feb 9, 2020, 5:20 AM IST

ETV BHARAT
Under 19 WC: ભારતના આ યુવાન સ્ટાર વિરાટની ટીમમાં સ્થાન બનાવી શકે છે

હૈદરાબાદ: ભારતની અંડર 19 ટીમ અત્યારસુધી 4 વખત વિશ્વ વિજેતા બની છે. ભારતીય અંડર 19થી ભારતીય ક્રિકેટ ટીમને ઘણા મોટા સ્ટાર મળ્યા છે. જેમાંના એક વિરાટ કોહલી છે.

2018માં અંડર 19 વર્લ્ડ કપનો તાજ જીતનારી ભારતીય ટીમ 2020ના ફાઈનલમાં પહોંચી છે. જ્યાં તેમની ટક્કર બાંગ્લાદેશ સાથે થવાની છે. જો કે, બાંગ્લાદેશ માટે આ તેમનો પ્રથમ ફાઈનલ છે.

ભારતીય ટીમ સેમીફાઈનલમાં પાકિસ્તાનને 10 વિકેટે હરાવીને ફાઈનલમાં પહોંચી છે. ભારતને આ ટૂર્નામેન્ટમાં યશસ્વી જાયસવાલના રૂપે એક નવો સ્ટાર મળ્યો છે. યશસ્વીએ પાકિસ્તાન વિરૂદ્ધ સદી ફટકારીને અણનમ 105 રન બનાવ્યા હતા.

1- યશસ્વી જાયસવાલ

યશસ્વીનો જન્મ ઉત્તર પ્રદેશના ભદોહીમાં 28 ડિસેમ્બર 2001ના રોજ થયો હતો. જો કે, તે 10 વર્ષની ઉંમરમાં જ મુંબઈ આવી ગયા હતા. જાયસવાલે 2015માં અણનમ રહીને 312 રન બનાવ્યા હતા, જે સ્કૂલ ક્રિકેટમાં રેકોર્ડ હતો અને તેની નોંધ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ લેવામાં આવી હતી. ત્યારે પ્રથમ વખત જાયસવાલ સમાચારમાં છવાયા હતા.

ETV BHARAT
યશસ્વી જાયસવાલ

જાયસવાલ 2018 અંડર-19 એશિયા કપમાં પણ સૌથી વધુ રન બનાવનારા ખેલાડી હતા અને ભારતે આ ટુર્નામેન્ટ જીતી હતી. આ ખેલાડીએ મુંબઈની ટીમ માંથી લિસ્ટ A અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ગત વર્ષે જ તેમને 2020ની IPL હરાજીમાં રાજસ્થાન રૉયલ્સે પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. યશસ્વી અત્યારે વર્લ્ડ કપમાં 312 રન સાથે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન છે.

2- રવિ બિશ્નોઈ

5 સપ્ટેમ્બર 2000માં જન્મેલા રવિ બિશ્નોઈ રાજસ્થાનના જોધપુરથી આવે છે. તેમણે ગત વર્ષે જ રાજસ્થાનની ટીમ માટે લિસ્ટ-A ક્રિકેટમાં પદાર્પણ કરીને વિજય હજારે ટ્રોફીમાં સ્થાન મેળવ્યું હતું. T-20માં રાજસ્થાન માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2018-19માં રમી ચૂકેલા બિશ્નોઈ ઈન્ડિયા-A ટીમમાં સામેલ છે.

ETV BHARAT
રવિ બિશ્નોઈ

2020ની IPL હરાજીમાં રવિને કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યા, જેના થોડા દિવસ બાદ જ ડિસેમ્બરમાં અંડર-19 વર્લ્ડ કપ માટે તેમને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા. જમણા હાથે લેગ સ્પિન કરનારા બિશ્નોઇ 2020 વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ (13) લેનારા બોલર છે.

3- પ્રિયમ ગર્ગ

વર્લ્ડ કપમાં ગર્ગ ભારતીય અંડર-19 ટીમના કેપ્ટન છે. તેમની આગેવાનીમાં ભારત આ ટૂર્નામેન્ટમાં હજૂ સુધી એક પણ મેચ હાર્યું નથી. 19 વર્ષીય પ્રિયમનો જન્મ 30 નવેમ્બર 2000ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તે પોતાના રાજ્ય માટે લિસ્ટ-A ક્રિકેટમાં વિજય હજારે ટ્રોફી, પ્રથમ શ્રેણીમાં રણજી ટ્રોફી અને T-20માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી ચૂક્યા છે.

ETV BHARAT
પ્રિયમ ગર્ગ

ડિસેમ્બર 2018માં ત્રિપુરા વિરૂદ્ધ રમાયેલા મેચમાંથી તેમણે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં પોતાનું નામ બનાવ્યું હતું. અંડર-19 વર્લ્ડ કપમાં અત્યારસુધી ગર્ગે 2 વખત 50 રન બનાવ્યા છે. પોતાના હીરો વિરાટ કોહલીની જેમ જ કેપ્ટન ગર્ગ આ વર્લ્ડ કપની ટ્રોફી જીતીને ભારત લાવવા માગે છે.

4- કાર્તિક ત્યાગી

જમણા હાથે ફાસ્ટ બોલિંગ કરનારા ત્યાગી બીજૂં નામ છે, જેમણે ભારત માટે આ વર્લ્ડ કપમાં ઘાતક બોલિંગ કરી છે. 5 મેચમાં ત્યાગીએ 11 વિકેટ લીધી છે. ત્યાગી 145ની ઝડપે બોલિંગ કરીને બેટ્સમેનની અંદર એક પ્રકારનો ડર પેદા કરે છે.

ETV BHARAT
કાર્તિક ત્યાગી

કાર્તિક પ્રથમ શ્રેણીમાં ઉત્તર પ્રદેશ માટે 3 વર્ષથી રણજી ટ્રોફી રમતા આવે છે. લિસ્ટમાં તે પોતાના સાથી ખેલાડીઓની જેમ 2018થી વિજય હજારે ટ્રોફી રમે છે. 2020ની IPL હરાજીમાં રાજસ્થાન રૉયલ્સે કાર્તિક ત્યાગીને પણ પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.