ETV Bharat / state

કચ્છમાં આવતા સતત ભૂકંપો, જાણો શા માટે કચ્છની ધરા પર અવારનવાર અનુભવાય છે આંચકાઓ - Earthquake In Kutch - EARTHQUAKE IN KUTCH

કચ્છમાં આવતા સતત અવારનવાર ભૂકંપ પાછળનું વિજ્ઞાન પણ એટલું જ રસપ્રદ છે તો આવો જાણીએ તેના અંગે... Earthquake In Kutch

કચ્છમાં અવારનવાર ભૂકંપ
કચ્છમાં અવારનવાર ભૂકંપ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2024, 5:32 PM IST

કચ્છઃ સરહદી જિલ્લા કચ્છમાં અવારનવાર ભૂકંપના નાના મોટા આંચકાઓ નોંધાતા હોય છે. તો વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ કચ્છમાં હવે નાના નાના ભૂકંપના કંપનો તો સામાન્ય બની ગયા છે, તો મહિનામાં 2થી 4ની તીવ્રતાના આંચકાઓ સતત અનુભવતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી વાગડ વિસ્તારની ફોલ્ટ લાઈન વધારે સક્રિય હોતા ક્યારેક અહીં નોંધાતા આંચકા છેક જિલ્લા મથક ભુજ સુધી અનુભવાતા હોય છે. ત્યારે કયા કારણોસર કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવે છે જાણીએ કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના પ્રોફેસર ડૉ. ગૌરવ ચૌહાણ પાસેથી.

કચ્છમાં આવતા સતત ભૂકંપો (Etv Bharat Gujarat)

વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ આંચકાઓ યથાવત

ધરતીના પેટાળમાં બે પ્લેટો વચ્ચે હલનચલન થાય ત્યારે ભૂકંપના આંચકા આવતા હોય છે. સામાન્ય રીતે પ્લેટો વચ્ચેની ધ્રુજારી આપણે અટકાવી શકતા નથી, પરંતુ હા ભૂકંપથી થતી નુકસાનીને રોકી શકાય છે. જેથી ભૂકંપના આંચકાથી બચવા લોકોએ સતર્ક રહેવું તેમજ જરૂરી ગાઈડલાઈનને અનુસરવું જરૂરી છે. કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ કચ્છમાં નાના મોટા કંપનનો દોર યથાવત રહ્યો છે. તો વર્ષ 2015માં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા કચ્છની ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને ભૂકંપના સંશોધન માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

ગુજરાતના કચ્છમાં ભૂકંપ
ગુજરાતના કચ્છમાં ભૂકંપ (Etv Bharat Gujarat)

ફોલ્ટલાઈનોમાં સંશોધન

કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના પ્રોફેસર ડૉ. ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે, ફોલ્ટ લાઈન્સમાં સંશોધન માટે જુદા-જુદા 8 જેટલા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ દરમિયાન સમગ્ર કચ્છમાં ખાસ તો કઈ ફોલ્ટ લાઈનમાં કયા સમયે કેટલી તીવ્રતાનો આંચકો આવે છે, કઈ ફોલ્ટલાઈન વધુ સક્રિય છે, તેની આસપાસના વિસ્તારોમાં કેટલી નુકસાનીની તીવ્રતા છે તે સહિતના તારણનો અભ્યાસ કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

વાગડ ફોલ્ટલાઈન પર વધુ નોંધાય છે આંચકાઓ

કચ્છના વાગડ વિસ્તારમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છ મેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે, જેથી આ બે લાઈનો ભેગી થતી હોવાથી વાગડ વિસ્તાર એવા રાપર, ભચાઉ પાસે અવાર-નવાર ભૂકંપના આંચકાઓ નોંધાતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી વાગડ વિસ્તારમાં જે ફોલ્ટ લાઈન છે તે વધુ સક્રિય થઈ અને તેના પર જ આંચકાઓ નોંધાઈ રહ્યા છે. વાગડ આ ફોલ્ટ લાઈન જ્યાંથી પસાર થાય છે, તે ફોલ્ટ લાઈન બંધ કરી શકાય નહીં. કારણ કે, આ એક કુદરતી ઘટના છે, જેથી આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના બાંધકામ કરતા પૂર્વે ફોલ્ટલાઈનને ધ્યાનમાં રાખવામાં આવે તો નુકસાનીથી બચી શકાય છે.

બે પ્લેટો સામસામે અથડાતા 75 કિ.મી. સુધી પ્લેટો તૂટી ગઈ

કચ્છના વાગડ વિસ્તારમાં જે ફોલ્ટ લાઈનના કારણે આંચકાઓ આવે છે. તે મોટાભાગે વર્ષ 2001ના ધરતીકંપના એપીસેન્ટરની આસપાસ જ આવે છે. ઉલ્લેખનીય છે કે, વાગડ વિસ્તારમાં જ મુખ્ય બે ફોલ્ટ લાઈન ભેગી થતી હોવાથી નવા આંચકાઓ નોંધાતા હોય છે. આ ફોલ્ટલાઈન પર જે સમયે ભૂકંપ આવ્યો, ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયો હતો, જેના કારણે 6 મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા 75 કિ.મી. સુધી પ્લેટો તૂટી ગઈ હતી. જેની નુકસાની આજે પણ યથાવત રહેતા આ ફોલ્ટ લાઈન પર આંચકા નોંધાતા હોય છે. આ જ કારણે તો કચ્છમાં નાના નાના ભૂકંપના આંચકા નોંધાવા સામાન્ય બની ગયું છે.

કચ્છના ભૂકંપ
કચ્છના ભૂકંપ (Etv Bharat Gujarat)

ભારત પાકિસ્તાન સરહદ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ નોંધાતા રહે

કચ્છમાં નાના નાના ભૂકંપના આંચકા આવતા રહેતા હોય છે. જેમાં અવાર-નવાર વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈ, ધોળાવીરા, ખડીર આ તરફ પશ્ચિમ કચ્છમાં ખાવડા, સુખપર, લખપત તેમજ ભારત પાકિસ્તાન સરહદ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ નોંધાતા હોય છે. કચ્છમાં આવતા ભૂકંપના આંચકાની માહિતી સરકારની વેબસાઈટ પર નિયમો મુજબ અપલોડ કરવામાં આવતા હોય છે. જોકે હવે તો 2.5ની તીવ્રતાથી વધુનો આંચકો નોંધાય છે ત્યારે જ તેની વિગતો જાહેર કરવામાં આવે છે. કચ્છમાં 1 થી 2ની તીવ્રતા વચ્ચેના જે આંચકા નોંધાતા હોય છે તેને હળવા કંપન તરીકે ઓળખવામાં આવે છે. આમ તો હવે કચ્છમાં 3.5થી વધુનો આંચકો હોય તો જ ગંભીર ગણવામાં આવે છે.

સતત ભૂકંપ
સતત ભૂકંપ (Etv Bharat Gujarat)

ઇન્ટરપ્લેટ અને ઇન્ટ્રાપ્લેટ

દુનિયામાં બે પ્લેટ પર મુખ્યત્વે ભૂકંપ આવતા હોય છે. જેમાં એક ઇન્ટરપ્લેટ કે જેમાં મોટી મોટી 2 પ્લેટ હોય તેની વચ્ચે ઘર્ષણ થતું હોય. તો બીજી 1 જ પ્લેટ હોય અને તેની અંદર પ્રેશર રિલીઝ થાય તો તેને ઇન્ટ્રાપ્લેટ કહેવાય. કચ્છ ઇન્ટ્રાપ્લેટ અર્થકવેકનું કલાસિકલ ઉદાહરણ છે. ઇન્ડીયન પ્લેટની અંદર ઘણા બધા ક્રેક છે જેના કારણે વારંવાર ભૂકંપ આવતા હોય છે.

કચ્છમાં આવતા સતત ભૂકંપો

કચ્છની અંદર 7થી 8 મોટા મોટા ફોલ્ટ

કચ્છ એક એવી ક્રિટિકલ લોકેશન પર છે કે જ્યાં અનેક ફોલ્ટ સીસ્ટમ છે.પાકિસ્તાન બોર્ડર પાસે નગર પારકર ફોલ્ટલાઈન છે. કચ્છની સાથે ભુકંપ જોડાયેલો છે. કચ્છમાં નોર્થ કાઠિયાવાડ ફોલ્ટ, સાઉથ વાગડ ફોલ્ટ, કચ્છ મેઇનલાઈન ફોલ્ટ, હિલ ફોલ્ટ, આઇલેન્ડ મેનફોલ્ટ આવેલી છે, જેમાં હંમેશા આંચકા નોંધાતા હોય છે. ટુંકમાં કચ્છની અંદર 7થી 8 મોટા મોટા ફોલ્ટ છે. આ ફોલ્ટની આગળ પાછળ અન્ય નાના મોટા ફોલ્ટ પણ છે.

2.5થી 3 કિલોમીટર નીચે કોઈ પથ્થર નીચે ઉપર થાય તો કચ્છમાં કંપન આવે

કચ્છ એક બેસિન જેવું છે જેમાં જમીનના પેટાળમાં 2થી 3 કિલોમીટર નીચે પથ્થરની અંદર ફોલ્ટ છે. ભૂકંપ આવે છે તે જમીનની નીચે 2.5થી 3 કિલોમીટર નીચે ફોલ્ટ છે. તેના કારણે આવતા હોય છે. કચ્છના પેટાળમાં ઇન્ડીયન પ્લેટનું હલનચલન થઈ રહ્યું છે. જેના કારણે 2.5થી 3 કિલોમીટર નીચે કોઈ પથ્થર નીચે ઉપર થાય તો આખા કચ્છમાં કંપન આવે છે.

પ્લેટના સેટલમેન્ટના કારણે નાના નાના કંપનો

વર્ષ 2001માં જે ગોઝારો ભૂકંપ આવ્યો તે મનફરા ગામમાં આવ્યો. આ ભૂકંપનો કેન્દ્રબિંદુ જ્યાં છે ત્યાં ખેતર આવેલું છે 2001 પહેલા કોઈ અનુમાન પણ નતું કર્યું કે આની નીચે ફોલ્ટ છે. ત્યાં આજે એક નાનકડી મનફરા નદી દેખાય છે.વારંવાર આંચકાઓ આવવાનું કારણ એ છે કે જમીનની નીચે સતત હલનચલન પ્રકિયા ચાલુ છે.હાલમાં જે નાના નાના ભૂકંપના આંચકાઓ આવે છે તે વર્ષ 2001માં આવેલા મોટા ભૂકંપના કારણે જમીનની અંદર થયેલ પ્લેટના ઉપર નીચેનું હાલમાં સેટલમેન્ટ ચાલુ હશે માટે આવે છે.

નાના નાના ભૂકંપ આવવા ખૂબ જરૂરી

આમ તો નાના નાના ભૂકંપ આવવા ખૂબ જરૂરી છે કારણ કે, નાના ભૂકંપ છે. તે મોટા ભૂકંપને આવતા ટાળે છે. કચ્છના ઇતિહાસમાં પણ છેલ્લા 200 વર્ષના સમયગાળામાં દર 40થી 50 વર્ષે એક મોટો ભૂકંપ આવે છે. વર્ષ 1819, 1845, 1956, 1971, 2001, 2006માં મોટા ભૂકંપ આવ્યા છે. આ પ્રકિયાને અર્થકવેક ઇન્ટરવલ કહેવાય છે. આમ કોઈ ભૂકંપની તારીખ ચોક્કસ નથી હોતી પરંતુ આવનારા 10થી 12 વર્ષમાં કચ્છમાં મોટો ભૂકંપ આવી શકે છે.

આવનારા 10થી 12 વર્ષમાં મોટો ભૂકંપ કચ્છમાં આવી શકે

ધોળાવીરાના યુગથી મોટા ભૂકંપ આવે છે. લેટ હડપ્પન સમયના ધોળાવીરામાં રહેવા માટેના જે ઘરો છે તે ભુંગા આકારના છે. તો કચ્છના બન્ની અને ખાવડા વિસ્તારમાં લોકોએ પણ 200-300 વર્ષ પૂર્વે ભુંગાના ઘરમાં રહે છે. લોકોએ ભૂતકાળમાં પણ ભૂકંપને સ્વીકાર્યો છે. જાપાનમાં તો દરરોજ ભૂકંપ આવે છે. ત્યાં કોઈ જાનહાનિ નથી સર્જાતી અને મકાનો પણ નથી પડ્યા કારણ કે તેઓ એ સ્વીકારી લીધું છે કે ભૂકંપ તો આવવાનો જ છે. પરંતુ આ પ્રકિયા માટે બાંધકામ અને જીવનશૈલી પણ એ રીતે રાખવામાં આવી રહી છે કે જેથી સામાન્ય રોજીંદા બનેલા ભૂકંપની સામે પણ ઊભા રહી શકે તેવા પ્રકારના જીવનને સ્વિકારવું પડે કે જેથી નુકસાનીથી બચી શકાય. ભૂકંપની પેટર્ન પણ વર્ષોથી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જઈ રહી છે. આવનાર ભવિષ્યમાં મોટો ભૂકંપ કચ્છની પૂર્વ દિશામાં આવી શકે છે.

  1. જામનગરમાં પૂરપીડિતોને સહાય ન ચૂકવાતા SDM કચેરીએ લોકોનો હોબાળો - Protest by flood affected citizens
  2. રાજકોટમાં સોની વેપારીનો વિશ્વાસુ કારીગર 20 લાખનું સોનું લઈને છૂમંતર, 20 વર્ષથી કરતો હતો કામ - Rajkot jewelers thievery case

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.