નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને મની લોન્ડરીંગના કેસના આરોપી સત્યેન્દ્ર જૈનની કાયમી જામીન અરજી પર ચુકાદાને સુરક્ષિત રાખી લીધો છે. સ્પેશિયલ જજ રાકેશ સ્યાલે 15 ઓક્ટોબરના રોજ જામીન અરજી પર ચુકાદો સંભળાવતા આદેશ આપ્યો હતો. આજે સત્યેન્દ્ર જૈનના આ કેસમાં ન્યાયિક કસ્ટડી સમાપ્ત થઈ રહી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ પહેલા 19 સપ્ટેંબરના રોજ હાજરી દરમિયાન સત્યેન્દ્ર જૈન મીડિયાને જણાવ્યું હતું કે. સત્યની જીત થશે. સત્યેન્દ્ર જૈને દિલ્હી હાઇકોર્ટમાં ટ્રાયલ કોર્ટની તરફથી સમન્સ પાઠવવા મુદ્દે આપેલા આદેશને પડકાર આપ્યો છે. સત્યેન્દ્ર જૈનની અરજી પર 25 જુલાઇના રોજ હાઇકોર્ટે EDને નોટિસ પાઠવી હતી.
સત્યેન્દ્ર જૈનને જુલાઇ 2022 ના રોજ સમન્સ: હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન ED તરફથી હાજર વકીલ વિવેક ગુરનાનીએ આ મામલામાં EDને પાઠવેલી નોટીસનો વિરોધ કરતા કહ્યું કે, સત્યેન્દ્ર જૈનને જુલાઇ 2022 ના રોજ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે ED તેના મૂળભૂત જામીનનો વિરોધ કરી રહી હતી. ત્યારે તેઓએ આ અરજી દાખલ કરી હતી. EDની આ દલીલોને નજરઅંદાજ કરતા હાઇકોર્ટે નોટિસ પાઠવીને આદેશ કર્યો હતો. સુનવણી વખતે સત્યેન્દ્ર જૈનની તરફથી અને હાજર વકીલ એન હરીહરને જણાવ્યું હતું કે તેઓ બધા સવાલોના જવાબ ચર્ચા સમયે આપશે.
જૈન પર આરોપ છે કે, તેઓએ 2009-10 અને 2010-11ના સમયે નકલી કંપનીઓ બનાવી હતી. આ કંપનીઓમાં અકિંચન ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ, ઇંડો મેટલ ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ, પ્રયાસ ઇંફો સોલ્યુશંસ પ્રાઇવેટ લિમિટેડ, મંગલાયતન પ્રાઇવેટ લિમિટેડ પણ શામેલ છે.
સત્યેન્દ્ર જૈન સિવાય અન્યને આરોપી બનાવ્યા: આ મામલે EDએ સત્યેન્દ્ર જૈન સિવાય જેને આરોપી બનાવાયા છે.જેમાં તેમની પત્ની પૂનમ જૈન, અજીત પ્રસાદ જૈન, સુનીલ કુમાર જૈન, વૈભવ જૈન, અંકુશ જૈન, મેસર્સ અકિંચન ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ, મેસર્સ પ્રયાસ ઇંફો સોલ્યુશંસ પ્રાઇવેટ લિમિટેડ, મંગલાયતન પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને જેજે આઇડિયલ ઇસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડને આરોપી બનાવાયા છે. ED એ સત્યેન્દ્ર જૈનની 30 મે 2022ના રોજ ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: