લંડનઃ એજબેસ્ટન ક્રિકેટ સ્ટેડિયમને COVID-19ના વિરુદ્ધ લડાઇમાં મદદમાં લેવા માટે રાષ્ટ્રીય સ્વાસ્થ સેવા(NHS) દ્વારા એક કોરોના વાઇરસ પરીક્ષણ કેન્દ્રના રૂપમાં વાપરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, સ્ટેડિયમના મુખ્ય કાર પાર્કિગને રાષ્ટ્રીય સ્વાસ્થ સેવા(NHS)માં કામ કરી રહેલા મેડિકલ સ્ટાફની ચકાસણી માટે ઉપયોગમાં લેવામાં આવશે..
જેના લોકોને COVID-19નો ટેસ્ટ કરાવાનો હોય તે સીધા અજબેસ્ટન રોડથી પ્રવેશ કરી શકે છે અને ગાડી દ્વારા અંદર જઇ શકે છે. જ્યારે તેમને બહાર જવા માટે પેરશોર રોડ દ્વારા બહાર જઇ શકે છે.
કલ્બએ કહ્યું કે, NHS સ્ટાફને COVID-19 ટેસ્ટ સેન્ટરમાં થોડા દિવસોમાં કામ શરૂ કરવામાં આવશે અને તે એજબેસ્ટનમાં આગળના આદેશ સુધી રહેશે.
દેશમાં કોરોના વાઇરસને પ્રસરવાથી રોકવા માટે ક્રિકેટ અને ફૂટબોલના સાથે દરેક રમતોને બંધ કરવામાં આવી છે. શુક્રવારના સુધી કોરોના વાઇરસના સંક્રમણની સંખ્યા 10,00,000ને પાર થઇ ચૂકી છે અને બીમારીથી મરનાર લોકોની સંખ્યા 50,000થી વધારે થઇ ચૂકી છે.