લંડન: ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) ''ધ હંડ્રેડ' ટુર્નામેન્ટ માટે કરાર કરાયેલા ખેલાડીઓનો કરાર રદ કર્યો છે. આ ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી છે. ગયા અઠવાડિયે ઇસીબીએ 'ધ હંડ્રેડ'ની પ્રથમ આવૃત્તિ પછીના વર્ષે મુલતવી રાખી છે. ઇસીબીએ એક નિવેદનમાં કહ્યું કે, "ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ પુષ્ટિ આપી છે કે, 'ધ હંડ્રેડ' 2021ના ઉનાળામાં શરૂ થશે."
ઇસીબીએ એમ પણ કહ્યું કે, કોરોનાને કારણે સંસ્થામાં સામાજિક અંતર, સ્ટેડિયમનો અભાવ સહિતના વિવિધ પડકારોનો સામનો કરવો પડે એમ હતો, એવું લાગી રહ્યું હતું કે, પ્રેક્ષકો વિના ખાલી સ્ટેડિયમમાં ટુર્નામેન્ટનું આયોજન વધુ દર્શકો લાવવાના હેતુની વિરુદ્ધ જઈ રહ્યું હતું. જેથી આ રમત મુલતવી રાખવી પડી. મહત્વનું છે કે, 100 બોલની આ ટૂર્નામેન્ટમાં આઠ ટીમો વચ્ચે રમાવવાની હતી.
આ ક્રિકેટમાં એક નવું બંધારણ છે, જેની આકરી ટીકા પણ થઈ હતી. આ માટે આઠ પુરૂષ ટીમોએ પોતાના ખેલાડીઓની પસંદગી કરી લીધી હતી, જ્યારે મહિલા ટીમોએ ખેલાડીઓની પસંદગી ચાલું હતી. હવે લીગમાં એક વર્ષ વિલંબ થયો છે, ત્યારે બોર્ડે ખેલાડીઓના કરાર પણ રદ કર્યા છે. ઇસીબી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું છે કે, "અમે પુષ્ટિ કરીએ છીએ કે, કરાર સમાપ્ત કરવા માટે તમામ ખેલાડીઓને પત્ર મોકલવામાં આવ્યો છે. આ પત્ર ખેલાડીઓને પરિસ્થિતિ વિશે માહિતગાર કરવા કાયદેસર રીતે જરૂરી હતો.
કોરોના મહામારીને લીધે તમામ પ્રકારની રમત પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે અને આ ટૂર્નામેન્ટને એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ ચાલું વર્ષે ઓક્ટોબરમાં યોજાવાની હતી. તમને જણાવી દઈએ કે, ઇંગ્લેન્ડ ક્રિકેટમાં શરૂઆતથી જ કેટલાક લોકો આનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે લોકોનું માનવું છે કે, પહેલાથી વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે આ નવા ફોર્મેટ માટે જગ્યા બનાવવી મુશ્કેલ બની રહેશે. ઇસીબી હાલના T-20માં વધુ સુધારો કરી ઘણા ઉદ્દેશો પ્રાપ્ત કરી શકે છે.