Intro:Body:
આ પાર્ટી ગુરૂવારે યોજવામાં આવી હતી, જેમાં અંબાણી પરિવારના અમુક નજીકના મિત્રો પણ ઉપસ્થિત હતા. આ પાર્ટીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કુર્તા-પાયજામાની સાથે નહેરૂ જેકેટમાં જોવા મળ્યા હતા. તેમની દિકરી ઇશાએ સાડી પહેરી હતી. આકાશ અંબાણીએ પોતાની વાઇફ શ્લોકા સાથે પાર્ટીમાં એન્ટ્રી કરી હતી.
આ સાથે જ યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચ પોતાના પતિ અને પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની સાથે જોવા મળી હતી. તેમણે કાળા રંગનું ટોપ અને ચોલી પહેરી હતી તો યુવી પણ કોઇ અન્યથી ઓછા સુંદર નહોતા દેખાતા. તેમણે પણ કુર્તા-પાયજામા પહેર્યો હતો.
જહીર ખાનની સાથે તેમની વાઇફ સાગરિકા આવી હતી તો ભારતીય ટીમના ઉપકૅપ્ટન અને અંબાણીની ટીમ મુંબઇ ઇન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્મા પણ પોતાની પત્ની રિતિકા સાથે આ પાર્ટીમાં પહોંચ્યા હતા. પોતાને ઇજા પહોંચતા આરામ કરી રહેલા હાર્દિક પાંડ્યા પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા. તેમની સાથે તેમના ભાઇ કૃણાલ પાંડ્યા પણ આવ્યા હતા. મુંબઇ ઇન્ડિયન્સના હેડ કૉચ જયવર્ધન અને લેગ સ્પિનર સિદ્દેશ લાડ પણ ઉપસ્થિત રહ્યા હતા.