નવી દિલ્હી: કોરોના વાઈરસના મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદોને મદદ કરવા માટે ભારતીય ટીમના બેટ્સમેન લોકેશ રાહુલે 2019ના વર્લ્ડ કપમાં જે બેટથી રમ્યો હતો, તે બેટની હરાજી કરી હતી. હરાજીમાં આ બેટના 2,64,228 રૂપિયા મળ્યા છે.
આ સાથે રાહુલે હરાજીમાં હેલ્મેટ રૂ. 1,22,677, પેડ રૂ. 33,028, વનડેની જર્સી રૂ. 1,13,240, ટી-20 જર્સી રૂ. 1,04,824, ટેસ્ટ જર્સી રૂ .1, 32,774 અને તેના ગ્લોવ્ઝ રૂપિયા 28,782માં વેચ્યા હતા.
આ હરાજી ભારતીય ટીમના ફેન ક્લબ ભારત આર્મીના સહયોગથી કરવામાં આવી હતી.
રહુલે આ અંગે વાત કરતા જણાવ્યું કે, મેં મારી ક્રિકેટ કીટ ભારત આર્મીને મારા ક્રિકેટ પેડ્સ, મારા ગ્લોવ્સ, હેલ્મેટ્સ અને મારી કેટલીક જર્સીઓ દાનમાં આપવાનું નક્કી કર્યું હતું. તેઓ આ વસ્તુઓની હરાજી કરી હતી. આ હરાજીની રકમ ફંડ્સ એવેર ફાઉન્ડેશનમાં દાન કરવામાં આવશે.
રાહુલે કહ્યું કે, બાળકોને મદદ કરવી મારા માટે ખૂબ જ ખાસ છે અને હું તેમની મદદ કરવા માટે સારા દિવસ માટે રાહ જોઈ શકતો નથી.
વિશ્વમાં મોટાભાગના રમતગમતના ખેલાડીઓની જેમ રાહુલ પણ કોરોના વાઈરસના રોગચાળાને કારણે ઘરમાં છે. રાહુલ ઈન્ડિયન પ્રીમિયર લીગની 2020ની સિઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબનું કેપ્ટન પદ સંભાળશે. હાલ IPL મુલતવી રાખવામાં આવી છે.
લૉકડાઉન વચ્ચે રાહુલ પોતાનો સમય કેવી રીતે વિતાવે છે, તે વિશે વાત કરતા રાહુલે જણાવ્યું કે, હું અને મારો પરિવાર બેંગ્લુરૂમાં છીએ. અમે બધા સુરક્ષિત છીએ. ઘરે થોડો સમય પસાર કરવો ખૂબ સરસ છે અને મને યાદ છે કે, અમે જ્યારે(ટીમ) રમતા હતા ત્યારે લાંબી રજાની ઈચ્છા ધરાવતા હતા. હવે આપણને આટલો મોટું વેકેશન મળ્યું છે તો તેનો ભરપુર લાભ લઈએ.
લોકેશ રાહુલે પોતાના જન્મ દિવસ વિશેે વાત કરતા જણાવ્યું કે, મને લાગે છે કે, તંદુરસ્ત રહેવાનું અને પરિવાર સાથે સમય વિતાવવાનું મહત્વ અને જીવનની મહત્વપૂર્ણ બાબતો મુશ્કેલ સમય આપણને શિખવાડે છે. મારો જન્મદિવસ મારા પરિવાર સાથે લાંબા સમય પછી વિતાવ્યો હતો. આ વાત મારા માટે ખૂબ જ ખાસ છે.