ETV Bharat / sports

આ સમયે IPLને ભૂલવામાં જ સમજદારી છેઃ સૌરવ ગાંગુલી

દેશમાં લાગૂ લોકડાઉન 2 અઠવાડિયા સુધી વધવાની સંભાવના દેખાઈ રહી છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું કહેવું છે કે, અત્યારે IPLનું આયોજન સંભવ નથી.

ETV BHARAT
સૌરવ ગાંગુલી
author img

By

Published : Apr 12, 2020, 2:47 PM IST

નવી દિલ્હીઃ કોવિડ-19 મહામારીના કારણે દેશમાં લાગૂ કરવામાં આવેલું લોકડાઉન હજૂ 2 અઠવાડિયા વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને IPL અનિશ્ચિતકાળ સુધી સ્થગિત થવાનું લગભગ નક્કી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ આ મુદ્દે કેન્દ્ર સરકારના સત્તાવાર વલણની રાહ જોઈ રહ્યું છે, પરંતુ મોટા ભાગના મુખ્યપ્રધાનોએ વડાપ્રધાન સાથેની બેઠકમાં લોકડાઉન વધારવાની માંગ કરી છે.

IPLની 13મી સીઝન 29 માર્ચથી શરૂ થવાની હતી, પરંતુ કોરોના વાઇરસના કારણે આને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે.

આ મુદ્દે ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, અત્યારે IPLનું આયોજન સંભવ નથી.

એક સમાચાર પત્રને આપવામાં આવેલા ઈન્ટરવ્યુમાં ગાંગુલીએ કહ્યું કે, અમારી નજર છે. આ સમયે કાંઈ પણ કહી શકાય તેવું નથી. એરપોર્ટ બંધ છે. લોકો પોતાના ઘરમાં છે. ઓફિસ લોકડાઉન છે. કોઈ વ્યક્તિ ક્યાંય પણ જઇ શકતો નથી. એવું લાગી રહ્યું છે કે, લોકડાઉન અડધા મે મહિના સુધી શરૂ રહેશે.

ETV BHARAT
સૌરવ ગાંગુલી

તેમણે આગળ કહ્યું કે, અમે ખેલાડીઓને ક્યાંથી લાવીએ. ખેલાડી મુસાફરી ક્યાં કરશે. આ સમજવું ખૂબ સરળ છે કે, આ સમયે દુનિયામાં કોઈ પણ પ્રકારની રમતો થવી મુશ્કેલ છે. જેથી IPLને ભૂલવામાં જ સમજદારી છે.

આ સાથે જ સૌરવ ગાંગુલીએ એ પણ સંકેત આપ્યા કે, આ ટુર્નામેચની નવા તારીખ નક્કી કરવામાં આવશે. જેની જાહેરાત ટૂંક સમયમાં થઇ શકે છે.

ગાંગુલીએ કહ્યું કે, હું સોમવાર (13 એપ્રિલ) સુઘી BCCIના અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરીને કડક પગલાં લઇ શકીશ, પરંતુ વ્યાવહારિક રીતે જોવામાં આવે તે, જ્યારે સમગ્ર દુનિયાનું જીવન થંભી ગયું છે, ત્યારે રમતનું શું ભવિષ્ય હશે.

ઉલ્લેખનીય છે કે, ઘણા રાજ્યોની સરકારે લોકડાઉનમાં 30 એપ્રિલ સુધી વધારો કર્યો છે. જેમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને તેલંગણા સામેલ છે. આ ઉપરાંત પંજાબ રાજ્યમાં 30 એપ્રિલ સુધી કરફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.