કોંલંબોઃ મહેલા જયવર્ધને પહેલા શ્રીલંકાના કેપ્ટન અને પછી મુંબઇ ઇન્ડિયન્સના કોચ રહ્યા છે. જયવર્ધને ત્રણ વર્ષથી જયવર્ધને મુંબઇ ઇન્ડિયન્સ સાથે છે અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમ બે વાર ચેમ્પિયન બની ચૂકી છે.
જયવર્ધને કહ્યું કે, આ(અહંકાર) હોવો સારો છે. તેમા કોઇ નુકસાન નથી. આ ફક્ત ઓળખાણ કરવાની વાત છે કે તેને કઇ રીતે આગળ વધારી શકાય. દરેકે આ પ્રકારનું હોવું જોઇએ, કારણ કે તેઓ સારા ખેલાડી છે. માટે તમે કોશિશ કરો છો પોતાને સાબિત કરવા. તમારે ફક્ત તેવું કરવાની જરૂર હોય છે.
વધુમાં કહ્યું કે, આ દરેક ખેલાડિયો સાથે સમ્માનપૂર્વક વાત કરવાની હોય છે. એ ટીમની સંસ્કૃતિ હોય છે જે તમે દર્શાવો છો. એકવાર તમે જ્યારે આ સંસ્કૃતી બનાવવામાં સફળ રહો છો તો કોઇ એક માટે તેની આગળ જવુ મુશ્કેલ છે.
જયવર્ધનેએ કહ્યું કે, બાકીના ખેલાડી તે વ્યક્તિને ગ્રુપમાં નીચે લઇ આવશે. જો તમારે આ પ્રકારનો માહોલ ન બનાવવો હોય તો સમસ્યા થઇ શકે છે, કારણ કે તેની કોઇ સીમા હોતી નથી.
મુંબઇ ઇન્ડિયન્સના કોચે કહ્યું કે, એકવાર જ્યારે તમે સંસ્કૃતિ બનાવો છો ત્યારે તે સહેલુ થઇ જાય છે. આપણે તેને અંદર અભિવ્યક્તિની આઝાદી પણ આપી છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ બે વાર IPLનું ટાઇટલ જીતી ચૂકી છે.