ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની મુખ્ય કાર્યકારી સમિતિની ભવિષ્યની બેઠકોમાં ભાગ લેવા માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સચિવ જય શાહના નામની જાહેરાત કરી છે.
BCCIના સચિવ બન્યા શાહ
31 વર્ષીય શાહે 23 ઓક્ટોબરે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે BCCIનું પદ સંભાળ્યું હતું. BCCIની 88મી વાર્ષીક સામાન્ય સભા દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે, BCCI સચિવ જય શાહ ICCની મુખ્ય કાર્યકારી સમિતિની બેઠકમાં બોર્ડના પ્રતિનિધિ બનશે.
BCCIના એરક ટોચના અધિકારીએ એક મુખ્ય ભારતીય સમાચાર એજન્સીને આ અંગે માહિતી કે, 'જ્યારે પણવ બેઠક યોજાશે, જય જશે.' ICC CECની બેઠકની આગળની તારીખ અને સ્થળ અંગે અત્યારસુધી કોઈ માહિતી મળી નથી.
આ પદ પર હતા રાહુલ જૌહરી
BCCIના CEO રાહુલ જૌહરી આ બેઠકો માટે બોર્ડના પ્રતિનિધિ હતા. જ્યારે તેનું સંચાલન સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સંચાલકોની કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જય શાહ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર છે.