ETV Bharat / sports

સ્ટીવ સ્મિથનો પ્રતિબંધ સમાપ્ત થયો, ફરી બનશે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન - કેપ્ટન

સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપ પરનો બે વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જે રવિવારે સમાપ્ત થયો છે. પ્રતિબંધ હટવાની સાથે સ્મિથ ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન બનવા પાત્ર બન્યો છે.

Ban expires! Steve Smith again eligible for Australia captaincy
ફરી બનશે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન
author img

By

Published : Mar 29, 2020, 9:52 PM IST

હૈદરાબાદ: બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પર 2 વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો જે રવિવારે સમાપ્ત થઈ ગયો છે. ગત વર્ષે માત્ર સ્મિથના એક વર્ષનો પ્રતિબંધ રદ કરવામાં આવ્યો હતો અને હવે તેની કેપ્ટનશીપ પરનો 2 વર્ષનો પ્રતિબંધ રવિવારે સમાપ્ત થયો છે.

સ્મિથની સાથે ડેવિડ વોર્નર પર પણ એક વર્ષ અને કેમેરોન બેનક્રોફ્ટને 9 મહિના માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધને કારણે સ્મિથ ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન બની શક્યો નહતો. હવે આ પ્રતિબંધ સ્મિથ પરથી હટાવવામાં આવ્યો છે. સ્મિથ ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન બનવા માટે પાત્ર બન્યો છે.

Ban expires! Steve Smith again eligible for Australia captaincy
સ્ટીવ સ્મિથનો પ્રતિબંધ સમાપ્ત થયો

દક્ષિણ આફ્રિકા સામે બોલ ટેમ્પરિંગના કારણે એક વર્ષ માટે પ્રતિબંધિત સ્મિથે એશિઝ સિરિઝમાં શાનદાર વાપસી કરી હતી. ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની પ્રથમ મેચમાં તેણે પ્રથમ ઇનિંગ્સમાં 144 રનની સદી અને બીજી ઈનિંગમાં 142 રન ફટકાર્યા હતા. જેના માટે તેને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો.

કોરોના વાઈરસને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર હાલ બ્રેક લાગી ગઈ છે. તેવી પરિસ્થિતિમાં, ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ સ્મિથની કેપ્ટનશિપ અંગે શું વિચારી રહ્યું છે. તે તો રમત ફરીથી શરૂ થયા બાદ જ જાણવા મળશે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પ્રિમિયર લીગની છેલ્લી સિઝનમાં સ્ટીવ સ્મિથને રાજસ્થાન રોયલ્સ દ્વારા કેપ્ટનશીપથી હટાવવામાં આવ્યો હતો. બીજી બાજુ, સ્ટીવ સ્મિથ ક્રિકેટના વિરામ દરમિયાન પોતાને ફીટ રાખવામાં વ્યસ્ત છે.

Ban expires! Steve Smith again eligible for Australia captaincy
ફરી બનશે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન

સ્મિથે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, સ્પષ્ટ છે કે આવા સમય IPL શક્ય નથી. મને લાગે છે કે, આગામી કેટલાક અઠવાડિયામાં આ વિશે કેટલીક મિટિંગ થશે. જોકે, હું શારીરિક અને માનસિક રીતે ફીટ રહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જો IPL યોજાઇ તો સારું છે અને જો IPL નહીં હોય તો દુનિયામાં અન્ય પણ ઘણી વસ્તુઓ રહેશે. જે કારણે હું મારૂ ધ્યાન રમત પર કેન્દ્રિત કરી રહ્યો છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.