મેલબર્ન : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્નમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ચૌથા દિવસે ભારતીય ટીમે ઈતિહાસ રચી ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે માત આપી છે. આપને જણાવી દઈએ કે, આ મેચ પહેલા પિંક બોલ ટેસ્ટમાં ભારતીય ટીમે શર્મનાક હાર મળી હતી. ત્યારબાદ હવે ભારતીય ટીમે ટેસ્ટ સીરિઝમાં 1-1ની બરાબરી કરી છે.
આ પહેલા મેચમાં ટૉસ જીતી ઓસ્ટ્રેલિયાએ બેટિંગ પસંદ કરી પ્રથમ ઈનિંગ્સમાં 195 રન કર્યા હતા. આ દરમિયાન ભારતીય બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કરી ઓસ્ટ્રેલિયાની ટીમને ટક્કર આપી હતી. પ્રથમ ઓવરમાં જ જસપ્રીત બુમરાહ અને અશ્વિનેએ ક્રમશ 4 અને 3 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ 196 રનના લક્ષ્યને હાંસિલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમના કેપ્ટન રહાણેની સદી પર 326 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા ઈન્ગિસમાં એક બાદ એક ચુનૌતીનો સામનો કરવા મેદાને ઉતરી હતી પરંતુ આ વખતે પરિણામમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. ટીમ 200 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ત્યારે માત્ર 70 રનનો સામન્ય લક્ષ્યાંક હાંસિલ કરવા માટે ચૌથા દિવસે ભારતીય ટીમ મેદાને ઉતરી અને મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારાની વિકેટના નુકશાન પર આ લક્ષ્ય હાંસિલ કર્યો હતો.
આ મેચ પહેલા ભારતીય કેપ્ટન અને ક્રિકેટર ઓફ ધ ડે ડિકેટ કોહલીએ તેમના પ્રથમ બાળકના જન્મ માટે એડિલેડ ટેસ્ટ રમ્યા બાદ તરત ધરે પરત ફર્યો છે. ત્યારબાદ ભારતીય ટીમની કેપ્ટનશીપની જવાબદારી અજિક્ય રહાણેને સૌંપવામાં આવી છે.
રહાણેની પાસે ખુબ જ મુશ્કેલીભરી ચુનૌતી હતી. 36 રન પર ઓલઆઉટ થયેલી ભારતીય ટીમના મનોબળની સ્થિતનો સામનો કરવા સિવાય ઈજાગ્રસ્ત ખેલાડીઓની ચુનૌતી પણ તેમની સામે હતી. તેમણે હાર માની નહિ અને સ્માર્ટ ક્રિકેટ રમી સંતુલિત કેપ્ટનશીપ કરી અને ભારતીય ટીમને જીત અપાવી હતી.
આ દરમિયાન કોહલી ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને રોહિત શર્મા ટેસ્ટ ટીમથી બહાર છે.