હૈદરાબાદમાં રવિચંદ્રન અશ્વિનની હાજરીમાં ક્રિકેટ એકેડમીની શરૂઆત કરવામાં આવી છે. લૉન્ચના દિવસે અશ્નિનની હાજરીથી વિદ્યાર્થીઓએ તેમની સાથે સમય વિતાવ્યો હતો. અશ્વિને બાળકો સાથે એગ્ઝીબીશન મેચમાં બોલીંગ કરી જેનાથી મોટા કદના ક્રિકેટર સાથે રમવાનું બાળકોનું સપનું પૂર્ણ થયું હતું.
ગૉડિયમ સ્કૂલ અને ગૉડિયમ સ્પોર્ટોપિયાના ડિરેક્ટર અને સંસ્થાપક કીર્તિ રેડ્ડીએ કહ્યું કે, આ અગાઉ અમે 5 બેડમિન્ટન એકેડમી શરૂ કરી છે. યુવાનોએ તે તમામ એકેડમીને પસંદ કરી છે અને હવે તો અશ્વિને પણ આ એકેડમીને મોટી બનાવવા મદદ કરી છે. મને વિશ્વાસ છે કે, અશ્વિન અને જેન-નેક્સ્ટ સાથે થયેલો નવો કરાર ઘણો આગળ સુધી જશે. નેક્સ્ટ ક્રિકેટ ઈન્સ્ટિટ્યૂટ ભવિષ્યના ચેમ્પિયન બનાવા માટે એક નવો રોડમેપ તૈયાર કરશે.
કદાચ એકેડેમીના એકમાત્ર સક્રિય ક્રિકેટર હોવાને કારણે, રમતને સમજવાની અશ્વિનની કુશળતા પ્રશંસનીય રહી છે. તેમના રેકોર્ડની વાત કરવામાં આવે તો, અશ્વિન 66 ટેસ્ટ મેચ કરિયરમાં 50, 100, 150, 200, 250, 300 અને 350 વિકેટ લેનારા સૌથી ઝડપી ભારતીય ખેલાડી છે.
દરમિયાન અશ્વિને કહ્યું કે, જેનનેક્સ્ટ ઈન્સ્ટિટ્યૂટ અને હું, ગૉડિયમ સ્પોર્ટોપિયા સાથે જોડાઇને ખુશ છીએ, હું હંમેશાથી માનું છું કે, નાની ઉમરમાં એક સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી ટેક્નીકને કારણે ખૂબ જ ફરક પડે છે અને ગૉડિયમ સ્પોર્ટોપિયા એક એવી જગ્યા છે જે ખરેખર આખા માળખાને બદલવા માટે કામ કરી રહીં છે. હું આ એકેડેમીમાં કેટલાક એવા યુવાનોને જોઈ રહ્યો છું, જે ભવિષ્યમાં ભારતને વધુ ઉંચાઈ પર લઈ જઇ શકે છે.