ETV Bharat / sports

વિરાટ-અનુષ્કા માતા-પિતા બનશે, કોહલીએ ટ્વીટ કરી જણાવી ખુશખબર - યૂનાઈટેડ અરબ અમીરાત

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટ્વિટર કરી એક ફોટો શેર કર્યો છે. જેમાં કોહલીએ જાણકારી આપી કે, ટૂંક સમયમાં જ પિતા બનીશ.

Virat Kohli
વિરાટ કોહલી
author img

By

Published : Aug 27, 2020, 11:50 AM IST

Updated : Aug 27, 2020, 2:22 PM IST

હૈદરાબાદ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ટૂંક સમયમાં જ પિતા બનશે. વિરાટ કોહલીએ ટ્વીટ કરી પિતા બનવાના સમાચાર આપ્યા છે. વિરાટે પત્ની અનુષ્કા શર્મા સાથેનો એક ફોટો શેર કરી લખ્યું કે, અમે ત્રણ થવા જઈ રહ્યાં છીએ, જાન્યુઆરી-2021માં મળશે ખુબખબર.

આ પહેલા કરીના કપૂરે ગુડ ન્યૂઝ આપ્યા હતાં. હવે એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ ખુશખબર આપી છે. અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી માતા-પિતા બનવાના છે. આ અંગે અનુષ્કાએ લખ્યું કે, અમે ત્રણ થઇ જશું. જાન્યુઆરી 2021માં આવી રહ્યું છે.

આ સમાચાર સમાચાર બાદ લોકોએ વિરુષ્કા પર શુભેચ્છાઓ પાઠવી છે. આ પોસ્ટની કમેન્ટમાં આલિયા ભટ્ટ, કાજલ અગ્રવાલ, તાપસી પન્નુ, વરુણ ધવન, પૂજા હેગડે, પરિણીતી ચોપરા, ક્રિકેટર કે એલ રાહુલ, કિઆરા અડવાણી સહિત અનેક સેલેબ્સે અભિનંદન પાઠવ્યા છે.

મહત્વનું છે કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે, 2017માં ઇટલીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. વિરુષ્કાના રિસેપ્શનમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી.

વિરાટ કોહલી હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લેવા માટે યૂનાઈટેડ અરબ અમીરાત પહોંચ્યો છે, જ્યારે અનુષ્કા શર્મા મુંબઈમાં છે. વિરાટ અને અનુષ્કા ડિસેમ્બર-2017માં લગ્ન કર્યા હતાં.

આ પણ વાંચો : સેફ-કરીના ફરી માતા-પિતા બનશે, સોહા અલીએ આપી શુભેચ્છા

Last Updated : Aug 27, 2020, 2:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.