અનુષ્કા શર્માએ કહ્યું કે, મારા વિશે કહેવામાં આવી રહ્યું છે કે, હું હંમેશા ભારતીય ટીમની સાથે રહું છું અને સિલેક્ટર્સના નિર્ણયોને પ્રભાવિત કરું છું. પરંતુ, આવું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, બોર્ડ મારી મેચની ટિકિટ અને સિક્યોરિટી માટે મારો ખર્ચો ઉપાડે છે. પરંતુ, તેવું કંઇ જ નથી. મેચ અને ફ્લાઇટ માટે હું પોતે ટિકિટ ખરીદું છું. ટીમની સાથે ફોટો પડાવવા માટે હાઇકમિશનરની પત્ની સાથે પણ મંજૂરી માગી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હું જાણી જોઈને ત્યાં ગઇ હતી. પરંતુ, મને ત્યાં બોલવવામાં આવી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો....અનુષ્કાએ શેર કરેલી તસ્વીરને જોઈ વિરાટે કહ્યુ, સો ક્યુટ
ભારતીય ક્રિકેટની સાથે વારંવાર નામ જોડાવવાના કારણે અનુષ્કાએ કહ્યું કે, થોડાક સમય પહેલા જ મારા પર આરોપ લાગ્યા હતા કે, વિશ્વ કપ દરમિયાન સિલેકર્ટસે ચા પીડવડાવી હતી. હા હું વિશ્વ કપની એક મેચ જોવા માટે ગઇ હતી. જે દરમિયાન ફેમિલી બોક્સમાં બેસી હતી, સિલેક્ટર્સની સાથે નહી. જો તમારે સિલેક્શન કમિટી પર સવાલ કરવા છે તો મારું નામ વચ્ચે ન લાવો.
આ પણ વાંચો....વિરાટને ફૉટો શેર કરવો પડ્યો મોંઘો, થયો ટ્રોલ
આ સિવાય અભિનેત્રી અનુષ્કા શર્માએ મામલાને હળવાશમાં લેતા કહ્યું કે, હું ચા નહી કોફી પીવું છું.
ઉલ્લેખનીય છે કે, ભારતના પૂર્વ વિકેટકિપર ફારુખ એન્જિનયરે કહ્યું હતું કે, ભારતીય ટીમના સિલેક્ટર્સ વિશ્વ કપ દરમિયાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માને ચા પીવડાવવામાં વ્યસ્ત હતાં.