નવી દિલ્હીઃ આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ટી -20 વર્લ્ડ કપ યોજાવાનો હતો, પરંતુ કોરોના વાઈરસને કારણે તે મોકૂફ થવાની સંભાવના છે. આ કારણોસર, BCCI સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા અને નવેમ્બરની શરૂઆત વચ્ચે IPL રમાડવા પર વિચાર કરી રહી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેએ કહ્યું કે, "જો અમે દર્શકો વિના મેચનું આયોજન કરીશું તો તે ત્રણ કે ચાર સ્થળોએ યોજાઈ શકે છે. અમે બધા IPLના આયોજન માટે સકારાત્મક છીએ."
વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, "આ વર્ષે ચોક્કસપણે IPL થવાની સંભાવના છે. સાથે જ, આ બાબતે તમામ હોદ્દેદારોને તેમનો અભિપ્રાય આપવો પડશે. અનિલે કહ્યું છે કે બે-ચાર મેચ સ્થળ હોવા જોઈએ. મને લાગે છે કે એવી જગ્યા હોવી જોઈએ જ્યાં ત્રણથી ચાર મેદાન હોય." વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, "એવી જગ્યા જોવી પડશે કે જ્યાં ત્રણથી ચાર મેદાન હોય, જેથી ખેલાડીઓને વધુ મુસાફરી ન કરવી પડે."