ETV Bharat / sports

17 વર્ષીય જૈસવાલે ફટકારી બેવડી સદી, વિજય હજારેમાં 200 કરનારો ત્રીજો બેટ્સમેન - yashasvi jaiswal cricketer

બેંગલુરુ: મુંબઈના યુવા બલ્લેબાજ યશસ્વી જૈસવાલ વિજય હઝારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. જૈસવાલે ઝારખંડ વિરુદ્ધ વિજય હઝારે ટ્રોફીના ગૃપ-એ મેચમાં 203 રનની ધમાકેદાર ઈનિંગ રમી અને રેકોર્ડ સર્જી દીધો. આ અગાઉ વિકેટકિપર-બેટ્સમેન સંજુ સેમસન પણ આ વર્ષે વિજય હજારેમાં બેવડી સદી ફટકારી ચુક્યો છે.

yashasvi jaiswal
author img

By

Published : Oct 16, 2019, 9:10 PM IST

હાલની ટૂર્નામેન્ટમાં બેવડી સદી લગાવનાર જૈસવાલ બીજા બેટ્સમેન છે. આની પહેલા વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને કેરળ તરફથી રમતી વખતે ગોવા સામે અણનમ 212 રન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. વિજય હજારે ટુર્નામેન્ટની મેચમાં તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

yashasvi jaiswal
યશસ્વી જૈસવાલ

પ્રાપ્ત વિગતો મુજબ, આ ઇનિંગની સાથે 17 વર્ષિય જૈસવાલ પણ લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર નવમો ભારતીય બેટ્સમેન બની ગયો છે. ભારતીય બેટ્સમેનો દ્વારા લિસ્ટ-એમાં નવ બેવડી સદીમાંથી પાંચ રન વનડેમાં બનાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, લિસ્ટ-એ વનડે મેચમાં રોહિત શર્માના નામે ત્રણ અને વિરેન્દ્ર સહેવાગ તેમજ સચિન તેંડુલકરના નામે એક-એક બેવડી સદી છે.

વિજય હઝારે ટ્રોફીની પ્રથમ બેવડી સદી ગત સીઝનમાં ઉત્તરાખંડના કર્ણવીર કૌશલ દ્વારા ફટકારવામાં આવી હતી. તેણે સિક્કિમ વિરુદ્ધ 202 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

Intro:Body:

cricket-top-news/17-year-old-yashasvi-jaiswal-scores

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.