ETV Bharat / sports

દેશને ખ્યાતિ અપાવવામાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટરોનો ફાળો હોવા છતા કરવો પડી રહ્યો છે આવો સંઘર્ષ - International Disabled Cricketers Struggling Life

કરોડો રૂપિયા કમાતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરની તુલનાએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટરો પોતાના પરિવારનું ભરણપોષણ કરવા કેન્ટીનમાં નોકરી કરવા માટે મજબૂર બન્યા છે. બીજી તરફ જ્યારે ક્રિકેટ રમીને હાથમાં મેડલ સર્ટિફિકેટ ટ્રોફી વગેરે લઈને જ્યારે ઘરે જાય છે ત્યારે બાળકો પૂછે છે કે અબ્બા ક્યાં લાય મેરે લિયે ત્યારે બાળકોની અપેક્ષાઓ સામે લાચાર થઈને તેઓની બધી ખુશી મરી પરવારતી હોય તેવા દ્રશ્ય સર્જાય છે. આવાજ એક દિવ્યાંગ ક્રિકેટરની પરિસ્થિતિ જાણીએ આ અહેવાલમાં. Indian Disabled Cricket Team Handicapped Cricket Player

દેશને ખ્યાતિ અપાવવામાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટરોનો ફાળો હોવા છતા કરવો પડી રહ્યો છે આવો સંઘર્ષ

author img

By

Published : Aug 24, 2022, 7:59 PM IST

નવસારી દેશમાં ખેલકૂદને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભનું આયોજન (Gujarat Sports Mahakumbh 2022) કરવામાં આવે છે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના દાવાઓ કરવામાં આવે છે, ત્યારે સરકારની ખેલાડીઓ પ્રત્યે કેટલીક ઉદાસીનતા અને ભેદભાવ સામે આવી રહ્યા છે. કરોડો રૂપિયા કમાતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરની તુલનાએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટરો (International Disabled Cricketers) પોતાની આજીવિકા ચલાવવા માટે કેન્ટીનમાં સામાન્ય નોકરી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે મજબૂર બન્યા છે. સરકારની એકને ગોળ અને બીજાને ખોળની નીતિ આ દિવ્યાંગ ક્રિકેટરની આજીજીમાં સ્પષ્ટ છલકાઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટરો પોતાની આજીવિકા ચલાવવા માટે કેન્ટીન માં સામાન્ય નોકરી કરી પોતાનું પરિવારનું ભરણપોષણ કરવા માટે મજબૂર બન્યા છે

દેશને ખ્યાતિ અપાવવામાં દિવ્યાંગોનો ફાળો દેશનો ડંકો વિશ્વમાં વગાડવામાં દિવ્યાંગોનો ફાળો ઓછો નથી. સચિન કે વિરાટ જેવા ખેલાડીઓ જગત સામે આંખે ઊડીને વળગે છે, પણ દેશને ખ્યાતિ અપાવવામાં દિવ્યાંગો પણ એક મહત્વનું અંગ બની ગયા છે. નવસારીના એવા ખેલાડીની જેઓ ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમના (Indian Disabled Cricket Team) ખેલાડી છે. જેણે પોતાની કારકિર્દીની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે બાથ ભીડી મેન ઓફ ધ મેચ બની દેશને જીત અપાવી દેશનું નામ રોશન કર્યું હતું. ક્રિકેટર ઇમરાન અલ્લા રખા મલિક જેઓ 10થી 11 વર્ષની ઉંમરથી તેના માથે ક્રિકેટ રમવાની ધૂણી લાગી હતી. તેઓ 2009થી 2010માં રાજ્યકક્ષાએ મુંબઈ સામે જોનલ ટુર્નામેન્ટથી (Zonal Tournament 2010 against Mumbai) પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો કોમનવેલ્થમાં ગુજરાતનો ડંકો વગાડી ખેલાડી એરપોર્ટ પહોંચ્યા, કરાયું ભવ્ય સ્વાગત

ક્રિકેટરનું સપનું આ દરમિયાન પોતાની સામાન્ય પરિસ્થિતિ હોય તેઓ પાસે પોતાની કીટ અને બેટ ખરીદવાના પૈસા ન હતા. આવી પરિસ્થિતિમાં પોતાના અંગત મિત્રોની મદદ વડે તેઓ હાર ન માની જજુમતા રહ્યા હતા. એક દિવસ એવો આવ્યો જે દરેક ક્રિકેટરનું સપનું હોય છે. આ સપનું એમનું સાકાર થયું છે. ઇમરાન 2012થી 2013માં પાકિસ્તાન સામે T20 સિરીઝમાં ભારતીય ટીમનો હિસ્સો બન્યા અને ઇસ્લામાબાદમાં પાકિસ્તાન સામેની T20 મેચમાં મેન ઓફ ધ મેચ (Man of the match in T20 matches) બની દેશનું નામ રોશન કર્યું હતું.

ઉમદા પ્રદર્શનથી સૌને પોતાની તરફ આકર્ષિત કર્યા ભારતીય ટીમમાં પોતાની મજબૂત દાવેદારી નોંધાવી આ સાથે તેઓ બાંગ્લાદેશ, નેપાળ શ્રીલંકા સામેની સિરીઝમાં પણ ભારતીય ટીમનો હિસ્સો બન્યા હતા. પોતાના ઉમદા પ્રદર્શનથી સૌને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા. ફરી તેઓ આવતા મહિને રાંચીમાં રમાનારી ભારત બાંગ્લાદેશની સિરીઝમાં તેઓ ફરી ભારતીય ટીમનો હિસ્સો બન્યા છે.

ખાનગી હોસ્પિટલની કેન્ટીનમાં નોકરી કરવા મજબૂર આ પ્રતિભાશાળી ક્રિકેટરને મળવા યોગ્ય પ્રોત્સાહન કે વળતર મળ્યું નથી. જેને કારણે આ ખેલાડી પોતાના પરિવારના ભરણપોષણ માટે એક ખાનગી હોસ્પિટલની કેન્ટીનમાં (Private hospital canteen Job) સામાન્ય પગાર ધોરણે નોકરી કરવા મજબૂર (International Disabled Cricketers Struggling Life) બન્યા છે. ભાડેના મકાનમાં પોતાની પત્ની બે બાળકો અને માતા પિતા નાના ભાઈના પરિવાર સાથે રહેતો ઇમરાન પોતાના બાળકોના ભવિષ્ય અને પરિવારના ભરણ પોષણની ચિંતામાં આ ઝળહળતા રતન સામે પરિવારના જતનનો યક્ષ પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

આ પણ વાંચો ભારતીય મહિલા ક્રિકેટર બન્યા સિનિયર મહિલા ટીમના બોલિંગ કોચ, BCAએ કર્યું સ્વાગત

સરકાર પાસે પ્રતિભાશાળી ખેલાડીની અપેક્ષા આ પ્રતિભાશાળી ખેલાડી સરકાર સામે મીટ માંડીને સહાયની પોકાર કરી રહ્યો છે. આપણા દેશમાં ક્યાંકને ક્યાંક પ્રોત્સાહનની કમીના કારણે ઉભરતા કલાકારનું બારમરણ જોવા મળી રહ્યું છે. જે ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલો મેળવી શકે એવા તારલાઓ હોય તો છે. સરકારની ઉદાસીનતાના કારણે આ વિભૂતિઓ કુવામાંથી બહાર તો આવી જાય છે પણ દરિયા સુધી પહોંચી શકતી નથી. જેના માટે અન્ય દેશોની સરખામણીમાં આપણે ઘણા પાછળ પડીએ છીએ. એવું ચોક્કસ કહી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.