ETV Bharat / sports

શાસ્ત્રીએ ચહલના ખુલાસાને ચોંકાવનારો ગણાવ્યો, કહ્યું- "આજીવન પ્રતિબંધ લગાવવો જોઈએ"

ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ (coach ravi Shastri Statement ) સૂચન કર્યું છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (Indian Premier League) યુઝવેન્દ્ર ચહલના શરૂઆતના દિવસોમાં લેગ-સ્પિનરના શારીરિક શોષણના આરોપો પર દોષિત ખેલાડીને ક્યારેય ક્રિકેટના મેદાનની નજીક આવવા દેવો જોઈએ નહીં.

શાસ્ત્રીએ ચહલના ખુલાસાને ચોંકાવનારો ગણાવ્યો, કહ્યું આજીવન પ્રતિબંધ લગાવવો જોઈએ

author img

By

Published : Apr 9, 2022, 7:56 PM IST

મુંબઈ: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ રવિ શાસ્ત્રીએ (coach ravi Shastri Statement ) સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલના (Spinner Yuzvendra Chahal ) ઘટસ્ફોટને ચોકાવનારો ગણાવ્યો હતો કે, 2013 IPL દરમિયાન એક નશામાં ધૂત સાથી ક્રિકેટરે તેને 15મા માળ હોટેલની બાલ્કનીમાંથી લટકાવી દીધો હતો. સાથે જ કહ્યું કે, જો આવી ઘટના હવે બને તો તે ખેલાડી પર આજીવન પ્રતિબંધ મુકવો જોઈએ.

આ પણ વાંચો: IPL 2022, 14th Match : 14 ઓવરમાં KKRનો સ્કોર 5 વિકેટ પર 111 રન

ભયાનક ઘટના: રાજસ્થાન રોયલ્સના ખેલાડી ચહલે શુક્રવારે બેંગલુરુમાં IPL 2013 દરમિયાન એક ભયાનક ઘટનાનો ખુલાસો કર્યો હતો. જ્યારે તેને નશામાં ધૂત ક્રિકેટરે એક ઉંચી હોટલની બાલ્કનીમાંથી લટકાવી દીધો હતો, જેના કારણે તે બેહોશ થઈ ગયો.

IPL 2021 પછી: ચહલ તે સમયે આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેના અંતિમ વર્ષમાં હતો. તે પહેલાં તેણે વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે લાંબો સમય પસાર કર્યો હતો, જે IPL 2021 પછી સમાપ્ત થયો. અનામી ક્રિકેટર સામે ચહલના ઘટસ્ફોટથી તેના ચાહકો ગુસ્સે થયા હતા, જેમણે ભારતીય ક્રિકેટ બોર્ડ પાસેથી ગુનેગાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

ખૂબ જ ચિંતાનો વિષય: શાસ્ત્રીએ કહ્યું, તે કોઈ હાસ્યની વાત નથી. મને ખબર નથી કે તે વ્યક્તિ કોણ છે. જો એમ હોય તો તે ખૂબ જ ચિંતાનો વિષય છે. કારણ કે તે કોઈના જીવને જોખમમાં મૂકી શકે છે. લોકોને તે રમુજી લાગશે, પરંતુ મારા માટે તે રમુજી નથી.

આ પણ વાંચો: IPL Point Table : પોઇન્ટ ટેબલમાં રાજસ્થાન મોખરે, હૈદરાબાદની હાર બરકરાર

વર્ષ 2013ની વાત: ચહલે કહ્યું હતું કે, તે પહેલીવાર આ સ્ટોરીનો ખુલાસો કરી રહ્યો છે. તેણે આગળ કહ્યું, મેં તેને ક્યારેય શેર કર્યું નથી. આ વર્ષ 2013ની વાત છે, જ્યારે હું મુંબઈ ઈન્ડિયન્સ સાથે હતો. બેંગ્લોરમાં અમારી મેચ હતી. તે પછી એક ટીમ મીટિંગ થઈ અને ત્યાં એક ખેલાડી હતો જે ખૂબ જ નશામાં હતો. હું તેનું નામ નહિ લઉં તે ખૂબ જ નશામાં હતો. તે મને લાંબા સમય સુધી જોઈ રહ્યો હતો અને તેણે તુરંત મને બોલાવ્યો અને તે મને બહાર લઈ ગયો અને તેણે મને બાલ્કનીમાંથી લટકાવી દીધો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.