ETV Bharat / sports

લીડ્સ ટેસ્ટ: ચેતેશ્વર પૂજારા સદી ભણી, કેપ્ટન કોહલી 45 રને રમતમાં - ભારત ઇંગ્લેન્ડથી હજુ પણ 139 રન પાછળ - સ્પોર્ટસ ન્યૂઝ

ચેતેશ્વર પૂજારા (અણનમ 91 રન) અને રોહિત શર્મા (59 રન)ની અડધી સદીની મદદથી ભારતે ઇંગ્લેન્ડની વિરુદ્ધ હેડિંગ્લેમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમતના અંતે બીજી ઇનિંગમાં 2 વિકેટે 215 રન બનાવી લીધા છે, પરંતુ હજુ પણ ભારતીય ટીમ ઇંગ્લેન્ડથી 139 રન પાછળ ચાલી રહી છે.

લીડ્સ ટેસ્ટ: ચેતેશ્વર પૂજારા સદી ભણી, કેપ્ટન કોહલી 45 રને રમતમાં - ભારત ઇંગ્લેન્ડથી હજુ પણ 139 રન પાછળ

author img

By

Published : Aug 28, 2021, 1:55 PM IST

  • ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતના 2 વિકેટે 215 રન
  • પૂજારા 91 અને કોહલી 45 રન બનાવીને રમતમાં
  • ભારત હજુ પણ ઇંગ્લેન્ડથી 139 રન પાછળ
  • ઇંગ્લેન્ડની પહેલી ઇંનિંગ 432 રન પર સમેટાઈ

લીડ્સ: ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ આજે 432 રન પર સમેટાઈ ગઈ અને તેણે 354 રનની સરસાઈ મેળવી. સ્ટમ્પ્સ સુધી પુજારા 180 બૉલમાં 15 ચોગ્ગાની મદદથી 91 રન અને કેપ્ટન વિરાટ કોહલી 94 બૉલમાં 6 ચોગ્ગાની મદદથી 45 રન બનાવીને ક્રીઝ પર છે.

ભારતે કે. એલ. રાહુલના રૂપમાં ગુમાવી પહેલી વિકેટ

ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલી રૉબિન્સન અને ક્રેગ ઑવરટોનને એક-એક વિકેટ મળી છે. ઇંગ્લેન્ડને પહેલી ઇનિંગમાં ઑલઆઉટ કર્યા બાદ બેટિંગમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાએ સાવધાનીપૂર્વક રમવાનું શરૂ કર્યું. ઇંગ્લેન્ડના બૉલરોએ ભારતીય બેટ્સમેનો પર દબાવ બનાવવાના ભરપૂર પ્રયત્નો કર્યા. આ દરમિયાન ઑવરટોને લોકેશ રાહુલને આઉટ કરીને ભારતને પહેલો ઝાટકો આપ્યો. રાહુલે 54 બૉલમાં 8 રન બનાવ્યા.

રોહિત શર્માએ બનાવ્યા 156 બૉલમાં 59 રન

બીજા સત્રમાં પૂજારા અને રોહિતે ભારતીય ઇનિંગને સંભાળી અને બંનેએ બીજી વિકેટ માટે 82 રનની ભાગેદારી કરી. લયમાં જોવા મળી રહેલો રોહિત શર્મા જો કે અડધી સદી બનાવ્યા બાદ રૉબિન્સનની બૉલિંગમાં LBW આઉટ થયો. તેણે 156 બૉલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 59 રન બનાવ્યાં. ત્યારબાદ પૂજારાએ કોહલીની સાથેે ઇનિંગ આગળ વધારી અને બંને બેટ્સમેનોની વચ્ચે દિવસની રમતના અંતે ત્રીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી બની ચૂકી છે.

આ પહેલાં ઇંગ્લેન્ડે 8 વિકેટ પર 423 રનથી આગળ રમવાનું શરૂ કર્યું અને ઑવરટોને 24 અને રૉબિન્સને ખાતું ખોલ્યા વગર ઇનિંગ આગળ વધારી. જો કે ભારતીય બૉલરોએ ઇંગ્લેન્ડની બાકી રહેલી બંને વિકેટો જલદી ખેરવીને પહેલી ઇનિંગનો અંત કર્યો.

મોહમ્મદ શમી ઝળક્યો, 4 વિકેટ ઝડપી

મોહમ્મદ શમીએ પહેલા ઑવરટોનને LBW આઉટ કરીને ઇંગ્લેન્ડને 9મો ઝાટકો આપ્યો, જેણે 42 બૉલમાં 6 ચોગ્ગાની મદદથી 32 રન બનાવ્યા. આની બીજી જ ઑવરમાં જસપ્રીત બૂમરાહે રૉબિન્સનને ખાતું ખોલ્યા વગર આઉટ કરીને ઇંગ્લેન્ડની અંતિમ વિકેટ ખેરવી. જેમ્સ એન્ડરસન ખાતું ખોલ્યાં વગર પેવિલિયન પરત ફર્યો.

ભારત તરફથી શમીએ 4, જ્યારે મોહમ્મદ સિરાજ, રવીન્દ્ર જાડેજા અને બુમરાહે 2-2 વિકેટ ઝડપી.

આ પણ વાંચોઃ Tokyo 2020 Paralympics: ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર, ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ

આ પણ વાંચોઃ આજે ધ ગ્રેટ ખલીનો જન્મદિવસ: જાણો કેવી રીતે હિમાચલ પ્રદેશના એક નાના ગામથી WWE રિંગ સુધી પહોંચ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.