ETV Bharat / sports

Australia World Cup Squad Announced: વર્લ્ડ કપ માટે ઑસ્ટ્રેલિયા ટીમની જાહેરાત, સ્ટાર ખેલાડી માર્નસ લાબુશેનની બાદબાકી - ऑस्ट्रेलिया की टीम

ઓસ્ટ્રેલિયાએ પણ વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓની જાહેરાત કરી છે. આ ટીમની કપ્તાની પેટ કમિન્સ કરશે અને ડેવિડ વોર્નર, મેક્સવેલ અને સ્ટીવ સ્મિથ જેવા ખેલાડીઓ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Etv BharatAustralia World Cup Squad Announced

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 4:36 PM IST

મેલબોર્નઃ આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાએ 15 ખેલાડીઓની જાહેરાત કરી છે, જેમાં પેટ કમિન્સની આગેવાનીમાં ટીમ રમશે. સીન એબોટને પ્રથમ વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ પાસે હજુ પણ 27 સપ્ટેમ્બર સુધી આ ટીમમાં ફેરફાર કરવાની તક રહેશે.

  • Presenting your 15-player men’s provisional squad for the 2023 World Cup!

    The final 15-player squad will be confirmed later this month 🇦🇺 #CWC23 pic.twitter.com/wO0gBbadKi

    — Cricket Australia (@CricketAus) September 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અનુભવી ખેલાડીઓની પસંદગીઃ ઓલરાઉન્ડર એરોન હાર્ડી, ઝડપી બોલર નાથન એલિસ અને યુવા સ્પિનર ​​તનવીર સંઘા જેવા ખેલાડીઓની ત્રિપુટી આ ટીમમાં સામેલ નથી. પસંદગીકારોએ તેમના અંતિમ 15માં અનુભવી ખેલાડીઓની પસંદગી કરી છે. તે જ સમયે, ટેસ્ટ સ્ટાર માર્નસ લાબુશેન પણ આ ટીમમાં સામેલ નથી.

4 ઓલરાઉન્ડર અને 4 ઝડપી બોલરનો સમાવેશઃ ટોપ ઓર્ડર ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ હોઈ શકે છે. કેમેરોન ગ્રીન, મિશેલ માર્શ, માર્કસ સ્ટોઈનિસ અને ગ્લેન મેક્સવેલ 4 ઓલરાઉન્ડર તરીકે સામેલ છે. આ સિવાય એશ્ટન અગર અને એબોટ, જેઓ મુખ્યત્વે ફ્રન્ટલાઈન બોલિંગ તેમજ બેટમાં યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે. સીન એબોટ સ્પર્ધામાં નાથન એલિસને પછાડીને કેપ્ટન પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડની મજબૂત ત્રિપુટી પાછળ ચોથો ઝડપી બોલર બન્યો છે.

ઓસ્ટ્રેલિયાએ તેના ટ્વિટમાં સ્પષ્ટ કર્યું છે કેઃ ટીમમાં 2 કીપર એલેક્સ કેરી અને જોશ ઈંગ્લિસને રાખવામાં આવ્યા છે. વર્ષ 2019માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા છેલ્લા વર્લ્ડ કપમાં પ્રશંસનીય પ્રદર્શન કર્યા બાદ એલેક્સ કેરી પ્રથમ પસંદગી તરીકે ટીમમાં જોડાઈ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના ટ્વિટમાં સ્પષ્ટ કર્યું છે કે જાહેર કરાયેલ 15 ખેલાડીઓની યાદી એક કામચલાઉ ટીમ છે. અંતિમ 15 ખેલાડીઓ સાથેની ટીમ આ મહિનાના અંતમાં 28 સપ્ટેમ્બરે જ કન્ફર્મ કરવામાં આવશે.

ODI વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, સીન એબોટ, એશ્ટન અગર, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક.

આ પણ વાંચોઃ

  1. World Cup 2023: વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
  2. Neeraj Chopra Javelin Theft : વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાના સ્ટેચ્યુ પરથી જેવેલિન થયું ગાયબ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.