ETV Bharat / sports

Women's cricket at Asian Games: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, ક્રિકેટમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ - એશિયન ગેમ્સ 2023

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સની ફાઇનલમાં શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમને રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

Etv BharatWomen's cricket at Asian Games

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 3:52 PM IST

હાંગઝોઉ: એશિયન ગેમ્સમાં ક્રિકેટમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ આવી ગયો છે. ભારતીય મહિલા ટીમે દેશ માટે ગોલ્ડ જીત્યો છે. આ મેચમાં ભારતે શ્રીલંકાને 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં શ્રીલંકા 97 રન જ બનાવી શકી હતી. ફાઈનલ મેચમાં ભારતે 19 રનથી જીત મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે.

  • 🇮🇳 𝑯𝒊𝒔𝒕𝒐𝒓𝒚-𝒎𝒂𝒌𝒆𝒓𝒔!

    The incredible women's cricket team of India strike GOLD for the first time ever, clinching a thrilling victory against Sri Lanka! 🥇🎉 Let's celebrate these remarkable women who've made India proud at #AsianGames2022! 🥳👏 #Cheer4India pic.twitter.com/0xUrGdgfbA

    — SAI Media (@Media_SAI) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતીય ટીમની પારીઃ ભારતીય ટીમ તરફથી બેટિંગ કરતા સ્મૃતિ મંધાનાએ 45 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા. જેમિમાહ રોડ્રિગ્સે પણ 40 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. શેફાલી વર્મા 9 રનના વ્યક્તિગત સ્કોર પર વહેલી આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર પણ માત્ર 2 રન બનાવી શકી હતી. શેફાલી વર્મા અને જેમિમા વચ્ચે 73 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી, જેના કારણે ભારતીય ટીમનો સ્કોર 116 રન સુધી પહોંચ્યો હતો. શ્રીલંકા તરફથી બોલિંગ કરતી વખતે ઈનોકા રાગવીરા, સુગંધા કુમારી અને ઈશોકાએ 2-2 વિકેટ લીધી હતી.

શ્રીલંકાની ટીમની પારીઃ ભારતના 117 રનનો ટાર્ગેટ પીછો કરતા શ્રીલંકાની ટીમમાં મિડલ ઓર્ડર બેટ્સમેન હસિની પરેરા (25) અને નિલાક્ષી ડી સિલ્વા (23) એ ઉપયોગી ઇનિંગ્સ રમીને શ્રીલંકાને લક્ષ્યની નજીક પહોંચાડવામાં મદદ કરી હતી. જોકે 8 વિકેટે 97 રન જ બનાવી શકી હતી અને ભારતે 19 રનથી જીત મેળવી હતી. ભારત તરફથી ફાસ્ટ બોલર તિતાસ સાધુએ 3 વિકેટ લીધી હતી.

આ પણ વાંચોઃ

  1. Asian Games 2023: ભારતે જીત્યો પ્રથમ ગોલ્ડ મેડલ, પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
  2. Asian Games 2023 : ભારતીય મહિલા ટીમે 10 મીટર એર રાઈફલમાં સિલ્વર મેડલ જીત્યો
  3. India vs Australia 2nd ODI: ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવીને શ્રેણી જીતી, અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ લીધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.