ETV Bharat / sports

આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ, જસપ્રિત બુમરાહનું નક્કી નહીં - આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ

ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની સીરીજ (Match between Australia and India today) જીતવા માટે ઉતરશે, પરંતુ છેલ્લી મેચમાં બોલરોનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું ન હતું. બીજી તરફ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ (Bowler Jasprit Bumrah Latest Update) ના ટીમમાં આવવાને લઈને અસમંજસ પ્રવર્તી રહી છે.

આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ, બુમરાહ મુંઝવણમાં છે

author img

By

Published : Sep 23, 2022, 4:39 PM IST

નાગપુરઃ પ્રથમ મેચમાં મોટા સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ ગયેલી ભારતીય ટીમ શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની સીરીજ જીતવા પર રહેશે. આ સાથે ટીમ બીજી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ (Match between Australia and India today) મેચમાં પોતાની ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરશે, પરંતુ સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ (Bowler Jasprit Bumrah Latest Update) ને લઈને હજુ પણ અસમંજસ છે. બુમરાહે ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ એકપણ મેચ રમી નથી. કમરના દુખાવાના કારણે તે એશિયા કપમાં રમી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયા સામેની સીરીજ માટે તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું ન હતું.

બુમરાહનું નક્કી નહીં : આનાથી શંકા ઊભી થઈ છે કે, તે હવે સંપૂર્ણ રીતે ફિટ છે કે નહીં ? ભારતીય ટીમ તેના ઝડપી બોલિંગ આક્રમણથી ચિંતિત છે, જેમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ સામેલ છે. તેમણે છેલ્લી 14 ઓવરમાં 150 રન આપ્યા છે. અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ડેથ ઓવરોમાં ચાલી રહ્યો નથી. તેમણે પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે 19મી ઓવરમાં બોલ હેન્ડલ કર્યો હતો. પરંતુ આ ત્રણ ઓવરમાં તેમણે 49 રન આપ્યા હતા. આવા સંજોગોમાં ભારત માટે બુમરાહનું ફિટ હોવું ખૂબ જ જરૂરી બની ગયું છે.

પ્રથમ મેચ પાકિસ્તાન સામે: ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતે હજુ પાંચ મેચ રમવાની છે અને આ મેચોમાં તેણે પોતાની તમામ નબળાઈઓ દૂર કરવી પડશે. ભારત વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. એશિયા કપ પહેલા જ્યાં ભારત માટે ટોચના ત્રણ બેટ્સમેનોનું વલણ સમસ્યારૂપ હતું. ત્યાં હવે બોલિંગ ટીમ માટે ચિંતાનો વિષય બની ગઈ છે, કારણ કે અનુકૂળ બેટિંગ સ્થિતિમાં ભારતીય બોલરોની નબળાઈ સામે આવી છે.

ભારતની ફિલ્ડિંગ અંગે ચિંતા: કોઈ પણ સંજોગોમાં ભારતના મુખ્ય સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ પહેલા જેવો જોર બતાવી રહ્યો નથી. છેલ્લી કેટલીક મેચોમાં તે ઘણો મોંઘો સાબિત થયો છે. તેમને એવી વિકેટો પર પણ પ્રદર્શન કરવાનો રસ્તો શોધવો પડશે જે સ્પિનરો માટે મદદરૂપ નથી. રવિન્દ્ર જાડેજાની ઈજાને કારણે ટીમમાં લેવામાં આવેલા ઓલરાઉન્ડર અક્ષર પટેલે જોકે છેલ્લી મેચમાં ત્રણ વિકેટ લઈને પોતાની ક્ષમતા સાબિત કરી હતી. છેલ્લી મેચમાં ભારતની ફિલ્ડિંગ પણ સારી રહી ન હતી અને તેણે ત્રણ આસાન કેચ છોડ્યા હતા. આ માટે પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ ટીમની ટીકા કરી હતી.

બેટિંગ પ્રદર્શન: જોકે આક્રમક વલણનો ફાયદો બેટિંગમાં મળી રહ્યો છે. અગાઉની મેચમાં આ જ શૈલીમાં બેટિંગ કરતા કે.એલ. રાહુલ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવે 200 રન બનાવી સ્કોર સંભાળ્યો હતો, જ્યારે ટોચના ક્રમના બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી વહેલા આઉટ થયા હતા. ટીમમાં ફિનિશરની ભૂમિકા ભજવી રહેલા દિનેશ કાર્તિકને છેલ્લી મેચમાં વધુ તક મળી ન હતી અને તેને અહીં વધુ તક આપવામાં આવી શકે છે, જેથી વર્લ્ડ કપ માટે વિકલ્પો ખુલ્લા રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.