મનીલાઃ લક્ષ્ય સેનની એશિયાઇ રમતના ચેમ્પિયન જોનાથન ક્રિસ્ટી પર ઉલટફેર ભરી જીત પણ ભારતીય પુરૂષ ટીમના કામે ના આવી, શનિવારના રોજ એશિયાઇ ટીમ બેડમિંટન ચેમ્પિયનશિપના સેમીફાઇનલમાં છેલ્લા બે સમયની ચેમ્પિયન ઇન્ડોનેશિયા સામે 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો અને બ્રોન્ઝથી જ ભારતને સંતોષ કરવો પડશે.
દુનિયાના સાતમાં નંબરનો ખેલાડી જોનાથન બીજી મેચમાં 21-18, 22-20થી મેચ જીતી હતી અને ભારતને સફળતા અપાવી હતી. પહેલી મેચમાં બી.સાઇ પ્રણીત શરૂઆતમાં જ રિટાયર્ટ હર્ટ થયા હતા.
જ્યારે ભારતની ટીમ છેલ્લી મેચમાં ચિરાગ શેટ્ટી અને લક્ષ્ય સેન ઉતર્યા હતા પણ તેઓ દૂનિયાની નંબર વન જોડી સામે ટકી શકી ન હતી અને ફક્ત 24 મીનિટમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો.
ઇન્ડોનેશિયાની જોડીએ 21-6, 21-13 થી જીત મેળવી હતી અને ટીમને ફાઇનલમાં પહોચાડી હતી, ભારતીય ટીમને ચેમ્પિયનશિપનું બીજો બોન્ઝ મેડલ મળ્યો છે. તે પહેલા ભારતને 2016માં હૈદરાબાદમાં પણ બોન્ઝ મેડલ જીત્યો હતો.