ભારતીય જોડીએ શરુઆતથી જ ગેમ પર પકડ બનાવી લીધી હતી અને સરળતાથી પ્રથમ સેટ પર જીત હાંસલ કરી લીધી. જ્યારે બીજી ગેમમાં જાપાની જોડીએ ભારતીય જોડી સામે ટક્કર આપી તો પણ ભારતીય જોડી જીતવામાં સફળ રહી હતી.
આ પહેલા ભારતની સ્ટાર સાઇના નેહવાલ અને પીવી સિંધુ પણ ક્વાર્ટર ફાઈનલ મેચ હાર્યા બાદ ફ્રેન્ચ ઓપનમાંથી બહાર થઈ ગઈ છે. સિંધુને તાઈવાનની તાઈ જૂ યિંગે હરાવી જ્યારે સાયના નેહવાલને સાઉથ કોરિયાના એન સે યંગે હરાવી હતી.
આ જીત સાથે ચિરાગ અને સાત્વિકે ભારતીય આશાઓને જાળવી રાખીને મેડલની પણ પુષ્ટિ આપી છે. ભારતીય જોડીએ આ પહેલા જાપાની જોડી વિરુદ્ધ પોતાના બંને મેચ હારી હતી અને રેકોર્ડમાં નબળું પ્રદર્શન કર્યું હતું.