મુંબઇઃ ભારત અને 12 બીજા દેશોના 250 ખેલાડીઓ બુધવારના રોજ શરૂ થનાર ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેલેંજ બૈડમિટન ટૂર્નામેંટમાં કપ જીતવા માટે બળ લગાડશે.
મળતી માહિતી મુજબ આ ટૂર્નામેન્ટનું કુલ ઇનામ 25000 અમેરિકન ડોર્લર રાખવામાં આવ્યું છે. આ મેચોના ક્વોલીફાયર મેચ 20 અને 21 નવેમ્બરના રોજ રમાડવામાં આવશે જ્યારે 24 નવેમ્બરે ફાઇનલ મેચ રમવામાં આવશે.
ભારત સાથે આ વર્ષે ટૂર્નામેંટમાં મલેશિયા, થાઇલેન્ડ, ઇંન્ડોનેશિયાના ખેલાડિઓ અને રશિયા, અમેરિકા, ભૂટાન જેવા દેશોના યુવાન ખેલાડીઓ ભાગ લેશે.
પુરૂષોમાં રશિયાના વલાદિમિર માલકોવને પ્રથમ જ્યારે ભારતના અજય જયરામનો બીજુ સ્થાન મળ્યું છે.
પુરૂષ યુગલમાં સુમિત રેડ્ડિ અને મનુ અત્રીની ભારતીય જોડીને ટોચની અગ્રતા મળી છે. જ્યારે મેધના અને પૂર્વિશાની જોડી મહિલા યુગલોમાં ભારતના પડકાર સામે આગેવાની કરશે.