- 'તારક મહેતા...' સિરીયલે સફળતાપૂર્વક 13 વર્ષ કર્યા પૂર્ણ
- સિરીયલના ડિરેક્ટર માલવ રાજદાએ કરી ઉજવણી
- સિરીયલની ટીમે એકસાથે મળીને કાપી કેક
ન્યૂઝ ડેસ્ક: ટેલિવિઝનની લોકપ્રિય સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને કોઈ પણ પરિચયની જરૂર નથી. આ સિરીયલના દરેક કલાકારો પોતાની આગવી ઓળખ ધરાવે છે. ત્યારે વર્ષોથી દર્શકોના દિલમાં રાજ કરતી આ સિરીયલે 13 વર્ષ પૂર્ણ કર્યા છે. તો સિરીયલની સમગ્ર ટીમે પણ સિરીયલ 14મા વર્ષમાં પ્રવેશ કરતા ઉજવણી કરી હતી. આ શૉ 28 જુલાઈ 2008ના દિવસે લોન્ચ થયો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી બાળકોથી લઈ ઉંમરલાયક તમામ લોકોને આ સિરીયલ ખૂબ જ ખડખડાટ હસાવે છે. સિરીયલના તમામ પાત્ર લોકોને દિલમાં વસી ગયા છે. તો સિરીયલના ડિરેક્ટર માલવ રાજદાએ સમગ્ર ટીમ સાથે કેક કાપીને ઉજવણી કરી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો- 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલના નિર્માતા આસિત મોદીનો સંદેશઃ ઘરમાં જ રહીને બંદગી કરો
સિરીયલે 14મા વર્ષમાં કર્યો પ્રવેશ
સિરીયલના ડિરેક્ટર માલવ રજદાએ ઈન્સ્ટાગ્રામ પર ઉજવણીના ફોટો શેર કર્યા હતા, જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, આ શોમાં જોડાયેલા રહેવા માટે હું ખૂબ ખુશ છું. 13 વર્ષ પૂર્ણ કરીને આ સિરીયલે 14મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આશા કરું છું કે, અમે આ રીતે આવનારા ઘણા વર્ષો સુધી પોતાના દર્શકોનું જીવન બદલતા રહીશું. ઉલ્લેખનીય છે કે, સિરીયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીની એક્ટિંગ સૌથી વધારે પસંદ પડી રહી છે. તો સિરીયલની ટીમના સભ્યએ જણાવ્યું હતું કે, આ પણ અમારો એક પરિવાર જ છે. અમે તમામ તહેવાર સેટ પર જ ઉજવીએ છીએ. મોટા ભાગનો સમય અમે એકબીજા સાથે ઉજવીએ છીએ. આ સિરીયલના દરેક કલાકાર એક અલગ જ સ્ટારડમ મેળવી ચૂક્યો છે.