- કરિશ્મા કપૂર સુપર ડાન્સર ચેપ્ટર-4માં એક વિશેષ અતિથિના રૂપમાં જોવા મળી
- સ્લાઈડ શોમાં કરિશ્મા કપૂરના બાળપણથી લઈને આજ સુધીની તસ્વીરો જોવા મળી
- સ્લાઈડ શો જોઈને કરિશ્મા કપૂરની આંખોમાં આંસુ આવી ગયા
ન્યૂઝ ડેસ્ક: ઈન્ડિયન આઈડલ 11 પછી કરિશ્મા કપૂર સુપર ડાન્સર ચેપ્ટર-4માં એક વિશેષ અતિથિના રૂપમાં જોવા મળી હતી. એપિસોડના પ્રોમોમાં એક પ્રતિયોગીએ ફિલ્મ અનાડીમાં ફૂલો સા ચેહરા તેરા પર ડાન્સ કરતી જોવા મળી હતી. જ્યારે ડાન્સ ચાલતો હતો ત્યારે તેની પાછળ સ્લાઈડ શોમાં કરિશ્મા કપૂરના બાળપણથી લઈને આજ સુધીની તસ્વીરોની સ્લાઈડ જોવા મળી હતી. આ સ્લાઈડ શો જોઈને કરિશ્મા કપૂરની આંખોમાં આંસુ આવી ગયા હતા અને કરિશ્મા બોલી હતી કે ‘હું ખૂબ ઈમોશન થઈ ગઈ છું, આ મારા માટે ખૂબ ખાસ છે… આભાર’
આ પણ વાંચો: અભિનેત્રી કરિશ્માએ કરિના સાથે ફોટો શેર કરીને લોકોને આપી હિન્ટ, કહ્યું- ટૂંક સમયમાં કંઈક રસપ્રદ આવી રહ્યું છે
શિલ્પા શેટ્ટીએ શોમાંથી લીધો બ્રેક
સુપર ડાન્સર 4માં શિલ્પા શેટ્ટી કુંદ્રા, ડાયરેક્ટર અનુરાગ બસુ અને કોરિયોગ્રાફર ગીતા કપૂર જજના રૂપમાં છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની આ સપ્તાહે અશ્લીલ ફિલ્મ રેકેટમાં સામેલ થવાના આરોપસર પોલીસે ઘરપકડ કરી છે. શુક્રવારે ક્રાઈમ બ્રાન્ચે શિલ્પાની પણ પૂછપરછ કરી હતી અને તેમનું નિવેદન લીધું હતું. આ બધી ઘટનાઓને કારણે શિલ્પા શેટ્ટીએ શોમાંથી બ્રેક લીધો છે.
આ પણ વાંચો: કરિશ્મા કપૂરે ફિલ્મ શૂટિંગ સમયની એક ચિતા સાથેની ફોટો શેર કરી
‘દિલ તો પાગલ હૈ’ માટે પાડી હતી કરિશ્માએ 'ના'
એપિસોડમાં કરિશ્મા કપૂરે પોતાની કેરિયર સાથે જોડાયેલા કેટલાક કિસ્સા પણ શેર કર્યા હતા. જેમાં એક હતો, ‘દિલ તો પાગલ હૈ’ તેણે ખુલાસો કર્યો હતો કે, તે ફિલ્મને તેણે ના પાડી હતી, કારણ કે કરિશ્માને ડર હતો કે તે માધુરી સાથે ડાન્સ કરી શકશે કે નહી.