- વર્ષ 2004માં રિયાલિટી શો ઈન્ડિયન આઈડલની પહેલી સિઝનના વિજેતા અભિજિત સાવંતનો આજે જન્મદિવસ
- અભિજિત સાવંતે અનેક આલબમ અને ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો
- અભિજિતનો જન્મ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં 7 ઓક્ટોબર 1981ના દિવસે થયો હતો
ન્યૂઝ ડેસ્કઃ પ્રખ્યાત ગાયક અભિજિત સાવંતનો આજે 40મો જન્મદિવસ છે. અભિજિતનો જન્મ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં 7 ઓક્ટોબર 1981ના દિવસે થયો હતો. ત્યાં જ તેમનો ઉછેર થયો હતો. અહીંથી જ તેમણે સંગીત પ્રત્યે આકર્ષણ થયું હતું. તેઓ મુંબઈની ચેતના કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં ભણ્યા હતા. ત્યારબાદ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી તરફ પ્રયાણ કર્યું હતું. અભિજિતે વર્ષ 2004માં રિયાલિટી શો ઈન્ડિયન આઈડલની પહેલી સિઝનમાં વિજેતા બન્યા હતા. ત્યારબાદ તેઓ ખૂબ જ પ્રખ્યાત થયા હતા. ત્યારબાદ તેમણે અનેક આલબમ અને ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો. તેમણે એપ્રિલ 2005માં પહેલો સોલો આલ્બમ 'આપ કા અભિજિત સાવંત' રિલીઝ કર્યો હતો. આ જ વર્ષે તેમણે ફિલ્મ આશિક બનાયા આપનેમાં પ્લેબેક સિંગિંગ અને 'મરજાવાં મિટજાવાં' ગીત ગાયું હતું.
આ પણ વાંચો- NCBની કારમાં હસતા આર્યન ખાનનો ફોટો વાયરલ થયો, યુઝર્સે કહ્યું - આને કોઈ ડર નથી
અભિજિતને બોલિવુડમાં મોટો બ્રેક ન મળ્યો
વર્ષ 2007માં અભિજિત સાવંતનો બીજો સોલો આલ્બમ 'જૂનૂન' આવ્યો હતો. આ આલ્બમના ટાઈટલ ટ્રેકે સમગ્ર ભારતમાં ખૂબ જ ધૂમ મચાવી દીધી હતી. તેઓ રિયાલિટી શો 'જો જીતા વહી સપરસ્ટાર'ના રનરઅપ રહ્યા હતા. જ્યારે 'એશિયન આઈડલ'માં તેઓ ત્રીજા સ્થાને આવ્યા હતા. આ રિયાલિટી શોમાં સાઉથ એશિયન કન્ટ્રીઝના ગાયકોમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમને બોલિવુડમાં કોઈ મોટો બ્રેક ન મળ્યો. તેમણે વર્ષ 2009માં ફિલ્મ 'લોટરી'થી અભિનયમાં પદાર્પણ કર્યું હતું. તે ફિલ્મ તીસ માર ખાંમાં પણ એક નાના રોલમાં દેખાયા હતા.
આ પણ વાંચો- Vinod Khanna Birthday: જાણો કેમ વિનોદ ખન્ના ફિલ્મ અધવચ્ચે છોડીને અમેરીકા પહોચ્યા હતા
વર્ષ 2010માં મુંબઈ પોલીસે અભિજિતની કરી હતી ધરપકડ
અભિજિત સાવંતનો વિવાદથી અલગ જ સંબંધ રહ્યો છે. વર્ષ 2010માં મુંબઈ પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેની પર હિટ એન્ડ રનનો કેસ હતો. જોકે, આનાથી તેમણે ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, અખસ્માત દરમિયાન તેમણે દારૂ નહતો પીધો. જોકે, હાલમાં તેમણે 'ઈન્ડિયન આઈડલ 12'ના મેકર્સ અને જજ પર એક્સ્ટ્રા એલિમેન્ટ્સ નાખવાનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું હતું કે, TRP માટે મેકર્સ અને જજ જબરદસ્તી લવ એન્ગલ કાઢે છે. તેમણે આદિત્ય નારાયણ અને નેહા કક્કરના લગ્નવાળા એન્ગલને પણ TRPનો ખેલ જ બતાવ્યો હતો.