ETV Bharat / sitara

રણવીર સિંહના શો The Big pictureનું શાનદાર લોન્ચિંગ, 16 ઓક્ટોબરથી થશે શરૂ - ધ બિગ પિક્ચર

બોલીવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh)નો ટેલિવિઝન ડેબ્યુ રિયાલિટી શો 'ધ બિગ પિક્ચર' (Reality Show The Big Picture) આજે લોન્ચ કરવામાં આવ્યો છે. રણવીર સિંહનો આ રિયાલિટી શો 16 ઓક્ટોબરથી શરૂ થશે. આ ક્વિઝ રિયાલિટી શોમાં પણ અન્ય ક્વિઝ રિયાલિટી શો (Quiz Reality Show)ની જેમ ત્યાં હાજર સ્પર્ધકોના જ્ઞાનની ચકાસણી કરવામાં આવશે

રણવીર સિંહના શો The Big pictureનું શાનદાર લોન્ચિંગ

author img

By

Published : Oct 7, 2021, 3:40 PM IST

  • 16 ઓક્ટોબરથી શરૂ થશે રણવીરનો રિયાલિટી શૉ
  • રાત્રે 8 વાગ્યે શરૂ થશે 'ધ બિગ પિક્ચર'
  • રણવીરનો નવો રિયાલિટી શો એક મજેદાર ક્વિઝ ટેસ્ટ હશે

ન્યુઝ ડેસ્ક: સુપરહિટ ફિલ્મો બાદ હવે રણવીર સિંહ (Ranveer Singh) ટીવીના નાના પડદા પર દર્શકોનું મનોરંજન કરવા જઈ રહ્યો છે. જો કે આ વખતે તે મનોરંજનની સાથે તે લોકોને રૂપિયા જીતાડવા માટે મદદ કરવા જઈ રહ્યો છે. બોલીવૂડ સુપરસ્ટાર (Bollywood Super Star) રણવીર સિંહનો ટેલિવિઝન ડેબ્યુ રિયાલિટી શો 'ધ બિગ પિક્ચર' (The Big Picture) આજે લોન્ચ કરવામાં આવ્યો છે. આ દરમિયાન અભિનેતાનો શાનદાર લુક જોવા મળ્યો છે.

16 ઑક્ટોબરથી પ્રસારિત થશે શૉ

રણવીર સિંહે આ શોના લોન્ચિંગમાં ખૂબ જ મજા કરી હતી, તે ડાન્સ દ્વારા પ્રેક્ષકો સાથે જોડાતો જોવા મળ્યો છે. કલર્સ ટીવી પર આવતો રણવીર સિંહનો આ રિયાલિટી શો 16 ઓક્ટોબરથી રાત્રે 8 વાગ્યે પ્રસારિત થવા જઈ રહ્યો છે.

સ્પર્ધકોના જ્ઞાનની ચકાસણી કરવામાં આવશે

રણવીર સિંહનો નવો રિયાલિટી શો એક મજેદાર ક્વિઝ ટેસ્ટ હશે. જેમાં સ્પર્ધકો એક સવાલનો ખોટો જવાબ આપીને તમામ નાણાં ગુમાવશે. ઉલ્લેખનીય છે કે રણવીર સિંહના આ શોમાં સ્પર્ધકોની યાદશક્તિનું પરીક્ષણ કરવામાં આવશે. આ ક્વિઝ રિયાલિટી શોમાં પણ અન્ય ક્વિઝ રિયાલિટી શોની જેમ ત્યાં હાજર સ્પર્ધકોના જ્ઞાનની ચકાસણી કરવામાં આવશે. આ શોમાં ભાગ લેનારા સ્પર્ધકોએ 12 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. અહીં સુધી પહોંચવા માટે સ્પર્ધકોને 3 લાઈફલાઈન પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: Sharad Kelkar Birthday: અભિનેતા શરદ કેલકરે નવા વર્ષમાં મગળ પ્રવેશ કર્યો

આ પણ વાંચો: Happy Birthday: Indian Idolની સિઝન 1ના વિજેતા અને ગાયક Abhijit Sawantનો આજે 40મો જન્મદિવસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.