ફરહાને આ વાતની જાણકારી ટ્વિટર પર આપી છે. તેઓએ કહ્યું કે, ગુરૂવારના રોડ અગસ્ત ક્રાંતિ મેદાનમાં આયોજીત થનાર વિરોધ પ્રદર્શનમાં તે ભાગ લેશે. તેમણે કહ્યું કે, મુંબઈમાં અગસ્ત ક્રાંતિ મેદાન પર 19 ડિસેમ્બરે મળુ છું. ફ્કત સોશિયલ મીડિયા પર વિરોધ દર્શાવવાનો સમય હવે ગયો.
અભિનેતાએ નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિક નોંધણી (NRC)ને સમજાવતો એક ફોટો પણ શેર કર્યો છે.
નાગરિકતા સંશોધન કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, પારસી અને જૈન સમુદાયોના શરણાર્થીઓને ભારતની નાગરિકતા માટે અરજી કરવાની જોગવાઈ છે. જેમાં તે દેશોમાં ધાર્મિક ઉત્પીડન સહન કર્યુ હોય.
આ સિવાય બોલીવૂડ કલાકારોએ રવિવારના રોજ જામિયા મિલિયા ઈસ્લામિક વિદ્યાર્થીઓ સાથે થયેલી બર્બરતા અંગે પણ ટ્વિટ કર્યું હતુ.