ETV Bharat / sitara

ડીવીડીથી ચલાવામાં આવે છે રામાયણ, ટ્વીટર પર થઇ ફરિયાદ, ચેનલે આપ્યો જવાબ - ડીવીડીથી રામાયણ ચલાવવાની વાત પર ચેનલનો જવાબ

વર્ષો બાદ એકવાર ફરીથી દૂરદર્શન પર રામાનંદ સાગરની રામાયણ જોઇને લોકો ખૂબ જ ખુશ છે. આ કાર્યક્રમે આવતાની સાથે જ TRPનો મોટો રૅકોર્ડ તોડ્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર એક યૂઝરે રામાયણને લઇને દૂરદર્શન પર આરોપ લગાવતા કહ્યું કે, દૂરદર્શન રામાયણનું પ્રસારણ ડીવીડી દ્વારા કરે છે. જો કે, આ આરોપો પર દૂરદર્શનના સીઇઓ શશિ શેખરે ટ્વીટ કરીને જવાબ આપ્યો છે.

Etv Bharat, Gujarati News, Ramayan News
Ramayan News
author img

By

Published : Apr 13, 2020, 11:54 AM IST

મુંબઇઃ દેશમાં કોરોના વાઇરસને લીધે લૉકડાઉન છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં બંધ છે. આ ખાલીપણાને ભરવા માટે સરકારે દર્શકોને ફરીથી રામાયણ અને મહાભારત જેવા શો દેખાડવાનું શરૂ કર્યું. સરકારનો આ પ્રયત્ન ખૂબ જ સફળ સાબિત થયો છે અને દૂરદર્શનની TRPમાં પણ જોરદાર વધારો જોવા મળ્યો હતો. પરંતુ આ વચ્ચે એક ટ્વીટર યૂઝરે દૂરદર્શન પર આરોપ લગાવ્યો છે. જો કે, તેનો જવાબ પણ ચેનલ તરફથી આપવામાં આવ્યો છે.

એક યૂઝરે ટ્વીટ કરતા લખ્યું કે, 'આ ટ્વીટ માટે હું માફી માગીશ, પરંતુ દૂરદર્શન રામાયણને મોજર બેયર ડીવીડી દ્વારા ચલાવી રહ્યું છે, એ પણ વોટરમાર્કની સાથે.'

  • Noted the feedback regarding audio of Mahabharat on DD Bharati. Please share which platform/stb/tv you are viewing it on for us to better understand the issue as it does not seem to be ubiquitous.

    — Shashi Shekhar (@shashidigital) April 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ આરોપો પર દૂરદર્શનના CEO શશિ શેખરે ટ્વીટ કરીને જવાબ આપ્યો કે, 'આ દૂરદર્શનનું તો લાગી રહ્યું નથી. મહેરબાની કરીને તમારા સોર્સને એકવાર ફરીથી ચેક કરો.'

આ ઉપરાંત કેટલાય લોકોએ ફરિયાદ કરી કે, એપિસોડ્સમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક વધુ હોવાથી ડાયલૉગ સાંભળી શકાતા નથી.

તેના પર શશિ શેખરે લખ્યું કે, તેમણે આ વાતની નોંધ લીધી છે અને સાથે જ તેમણે લોકોને પૂછ્યું કે, તે ક્યાં માધ્યમથી તેનું પ્રસારણ જોઇ રહ્યા છે.

  • Feedback noted. However would request everyone's patience with the advertisements. Brands reaching out to a large audience spurs consumption and economic activity at this critical juncture. Also every rupee of commercial revenue to DD is a rupee of tax payer money saved. https://t.co/ocLqiI5cGj

    — Shashi Shekhar (@shashidigital) April 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેની સાથે ચેનલ પર શોના પ્રસારણની વચ્ચે આવનારા વિજ્ઞાપનોને લઇને પણ ફરિયાદ કરી છે. જેના જવાબમાં પણ પ્રસાર ભારતીના CEO શશિ શેખરે ટ્વીટ કર્યું હતું.

તમને જણાવીએ તો રામાયણ ઉપરાંત મહાભારત, બુનિયાદ, શક્તિમાન અને જંગલબુક જેવા શોઝ પણ દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. જેથી લૉકડાઉન દરમિયાન લોકોને ભરપુર મનોરંજન મળી રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.