મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે ડ્રગ્સની તપાસ કરી રહેલી એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીએ જામીન માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી આજે થવાની છે. જ્યારે કંગનાની ઓફિસમાં થયેલી તોડફોડ અંગેની સુનાવણી શુક્રવાર સુધી સ્થગિત કરવામાં આવી છે.
બોમ્બે હાઈકોર્ટમાં રિયા અને શૌવિક ચક્રવર્તીએ દાખલ કરેલી જામીન અરજી પર આજે સુનાવણી છે. આ સુનાવણી બુધવારે યોજાવાની હતી પરંતુ ભારે વરસાદને કારણે ટળી હતી. બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની ઓફિસમાં BMCએ કરેલી તોડફોડ મામલે બોમ્બે હાઈકોર્ટે સુનાવણી શુક્રવાર સુધી સ્થગિત કરી છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ અંગે NCB ડ્રગ્સ મામલે પણ તપાસ કરી રહી છે. નારકોરિટક્સ કંટ્રોલ બ્યૂરોએ 9 સપ્ટેમ્બરના રોજ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. 11 સપ્ટેમ્બરના રોજ વિશેષ અદાલતે શૌવિક, મિરાંડા અને અન્ય આરોપીઓ દ્વારા દાખલ કરેલી જામીન અરજીને ફગાવી હતી.
રિયા ચક્રવર્તીની જામીન અરજી નામંજૂર કરતા વિશેષ અદાલતે કહ્યું કે, તે એ લોકોને સતર્ક કરી શકે છે. જેનું નામ તેમને એનસીબી સમક્ષ નિવેદનમાં આપ્યું છે.