'PM નરેન્દ્ર મોદી' મૂવી જાણીતા દિગ્દર્શક ઓમંગ કુમારે ડાયરેક્ટ કરી છે. આની પહેલા તેઓ 'મેરી કોમ', 'સરબજીત' જેવી ઉત્તમ ફિલ્મો બનાવી છે. પરંતુ 'PM નરેન્દ્ર મોદી' ફિલ્મમાં તેમનું દિગ્દર્શન નબળુ જોવા મળ્યુ છે. એક્ટિંગ, કેરેક્ટર્સ, સીન્સ, રાઈટીંગ અને ડાયરેક્શનમાં પણ અનેક ખામીઓ જોવા મળી છે.આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના જીવનના ઉતાર-ચઢાવ અને તેમની સાથે જોડાયેલા વિવાદો વચ્ચે સંતુલન થઈ શક્યુ નથી.
એક્ટિંગ
અભિનેતા વિવેક ઓબેરૉય નરેન્દ્ર મોદીના કિરદારને ન્યાય આપી શક્યા નથી. નરેન્દ્ર મોદી તરીકે વિવેક જામતો નથી. ઈન્ટરવલ પછી વડાપ્રધાનની રેલીઓ અને PM બનતા પહેલાના સમયગાળાને દર્શાવવામાં આવ્યો છે. ભાષણમાં દરમિયાન વિવેકમાં મોદીની છાપ જોવા મળે છે. એ માટે વિવેકને અલગ માર્કસ આપી શકાય.
સ્ક્રિપ્ટ અને ડાયરેક્શન
અભિનય દ્વારા ફિલ્મને ન્યાય આપવાની કોશીસ થઈ પરંતુ સ્ક્રિપ્ટ રાઈટીંગ નબળુ પાસુ રહ્યુ. વાસ્તવીકતામાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જેટલી મજબુત જોડી એવી મજબુતી ફિલ્મમાં જોવા મળતી નથી. તો અન્ય કલાકારોને ખુબ જ ઓછો સમય સ્ક્રીન ઉપર આપવામાં આવ્યો છે. તો કેટલાક સિન્સ બીનજરુરી લાગી રહ્યા છે. જો તમને નરેન્દ્ર મોદી પસંદ હશે તો તમને આ ફિલ્મ પણ પસંદ આવશે. પરંતુ ઉત્તમ ફિલ્મ હશે તેવી આશા સાથે સિનેમાઘરો પર પહોંચશો તો નિરાશ થઈની પરત ફરવુ પડશે.