ETV Bharat / sitara

KGF-2: અધિરાનો લુક પોસ્ટર 29 જુલાઇએ રિલીઝ થશે - કેજીએફ 2 રોકી ભાઇ

ફિલ્મ 'કેજીએફ -2'ની દર્શેકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મમાં બોલિવૂડનો 'ખલનાયક' એટલે કે સંજય દત્ત ફરીથી વિલનની ભૂમિકામાં જોવા મળશે અને આ પાત્રનું નામ અધિરા છે. તેના લુકને જોવા માટે રાહ જોઇ રહેલા ફેન્સનો ઇંતઝાર જલ્દીજ પૂર્ણ થવા જઈ રહ્યો છે. કેજીએફ-2ના ડિરેક્ટરે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે સંજય દત્તના જન્મદિવસ નિમિત્તે બુધવારે 29 જુલાઈએ તેમનું કેરેકટર પોસ્ટર રિલિઝ કરવામાં આવશે.

etv bharat
કેજીએફ 2નો અધિરાનો લુક પોસ્ટર 29 જુલાઇએ રિલિઝ થશે.
author img

By

Published : Jul 28, 2020, 7:06 PM IST

મુંબઈ: ફિલ્મ 'કેજીએફ -2'ની દર્શેકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મમાં બોલિવૂડનો 'ખલનાયક' એટલે કે સંજય દત્ત ફરીથી વિલનની ભૂમિકામાં જોવા મળશે અને આ પાત્રનું નામ અધિરા છે. તેના લુકને જોવા માટે રાહ જોઇ રહેલા ફેન્સનો ઇંતઝાર જલ્દીજ પૂર્ણ થવા જઈ રહ્યો છે. કેજીએફ-2ના ડિરેક્ટરે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે સંજય દત્તના જન્મદિવસ નિમિત્તે બુધવારે 29 જુલાઈએ તેમનું કેરેકટર પોસ્ટર રિલિઝ કરવામાં આવશે.

અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ પણ 29 જુલાઈએ છે, આ ખાસ પ્રસંગે તે ફિલ્મનો પહેલો લુક રજૂ કરશે. 'કેજીએફ ચેપ્ટર 1'માં દર્શકો દ્વારા મળેલા જબરદસ્ત પ્રતિસાદ પછી, નિર્માતાઓએ એક વર્ષ પહેલા કેજીએફ ચેપ્ટર 2નું પહેલું પોસ્ટર લોન્ચ કર્યું હતું જેમાં રહસ્યમય અધિરાથી પરિચય કરાવામાં આવ્યો હતો.

એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને નિર્માતા રિતેશ સિધવાનીએ તેમના સોશ્યિલ મીડિયા પર અનાવરણની ઘોષણા કરી હતી, "અધિરાને 29 જુલાઈએ સવારે 10 વાગ્યે બતાવવામાં આવશે."

સંજય દત્તે તેના ટ્વિટર હેન્ડલ પર લુક આઉટ વિશે માહિતી પણ આપી હતી.

તાજેતરમાં, અધિરાના લુકનું સ્કેચ થોડા સમય પહેલા વાઇરલ થયું હતું અને આની સાથે ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો અને હવે, 29 જુલાઈએ અનાવરણ થવાની સાથે, તે બધા કેજીએફના પ્રશંસકો માટે ચોક્કસ યાદગાર દિવસ બની રહેશે. .

મોટા પાયે બનેલી આ બહુચર્ચિત ફિલ્મમાં દર્શકોને એક આશ્ચર્યજનક અનુભવ આપવા માટે તકનીકનો ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો છે.કેજીએફ 2માં 'રોકીંગ સુપરસ્ટાર' યશ, સંજય દત્ત, રવિના ટંડન જેવા કલાકારોની ખૂબ મોટી ભૂમિકા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.