મુંબઇ: 'દંગલ' થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકનારી અભિનેત્રી ઝાયરા વસીમે હવે એક્ટિંગ જગતને અલવિદા કહી દીધું છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ઝાયરાએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે અનેક વખત પોતાના વિચારો શેર કર્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ફરી એકવાર ઝાયરાએ કાશ્મીરની પરિસ્થિતિ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે, તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને સરકારને આડે હાથ લીધી છે. ઝાયરાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરતા લખ્યું કે, કાશ્મીર સતત આશા અને હતાશા વચ્ચે ઝૂલી રહ્યું છે. આ નિરાશા અને દુઃખની જગ્યાએ તે શાંતિનું ખોટું અને અસ્વસ્થ લક્ષણ છે.
આપણે કાશ્મીરીઓ એવી દુનિયામાં જીવી રહ્યા છીએ, જ્યાં કોઈની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકવો એકદમ સરળ છે. આપણે શા માટે એવી દુનિયામાં જીવવું પડશે, જ્યાં આપણા જીવન અને ઇચ્છાઓ નિયંત્રિત થઈ રહી છે? આપણાં અવાજને શાંત દાબી દેવું આટલુ સરળ કેમ છે?
ઝાયરા વસીમે આગળ લખ્યું કે, 'આપણી અભિવ્યક્તિની સ્વતંત્રતાને છીનવી લેવી કેમ સરળ છે? આપણને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની શા માટે મંજૂરી નથી. આપણને આપણી ઇચ્છાઓ વિરુદ્ધના નિર્ણયને અણગમો આપવાની મંજૂરી કેમ નથી?
આવું કેમ છે, આપણા વિચારોનું કારણ સમજવાને બદલે, આપણા વિચારોની ટીકા કેમ કરાય છે? ઝાયરા વસીમે આવા અનેક પ્રશ્નો સરકાર અને લોકોને પૂછ્યા છે, જેનો જવાબ આપવો ખૂબ મુશ્કેલ છે. આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે.