મુંબઈ: કોરોના વાઇરસની મહામારીને પહોંચી વળવા ફિલ્મ ઉદ્યોગ પણ મદદ કરવા તૈયાર થયું છે. યશરાજ ફિલ્મએ રોજિંદા વેતન મેળવનારા મજૂરો માટે મસીહા બની છે. એકતા કપૂરે પોતાનો વાર્ષિક પગાર દાન કર્યો છે. તે પછી યશ ચોપરા ફાઉન્ડેશને દરરોજ કમાતા મજૂરો માટે મદદની જાહેરાત કરી છે.
કોરોના વાઇરસના પગલે દેશમાં લોકડાઉનને સ્થિતિ છે, ત્યાં બોલિવૂડ સેલેબ્સ દરરોજ કમાતા મજૂરોની હતાશાની સ્થિતિમાં મદદે પહોંચ્યાં છે. યશ ચોપરા ફાઉન્ડેશને મજૂરોના બેંક ખાતામાં 5000 રૂપિયા ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું છે, જેથી તેઓને આ મુશ્કેલ સમયમાં થોડીક આર્થિક મદદ મળી શકે. યશ ચોપડા ફાઉન્ડેશન દ્વારા શેર કરેલી માહિતી મુજબ, ફાઉન્ડેશન લગભગ 3000 કામદારોને આર્થિક મદદ કરશે.
ફાઉન્ડેશન વતી આ 3000 કામદારોમાં મહિલા આર્ટિસ્ટ એસોસિએશનના 250 સભ્યો, જુનિયર આર્ટિસ્ટ એસોસિએશનના 250 સભ્યો અને ફિલ્મ સ્ટુડિયો સેટિંગના 2500 સભ્યો, ટ્રેડ યુનિયન પણ સામેલ છે. ફાઉન્ડેશનની આ પહેલથી ઘણા કામદારોને લાભ થશે. આ અંગે જણાવાયું હતું કે, અમે હજારો મજૂર-કામદારોના પરિવારો સાથે સતત સંપર્કમાં છીએ, જેમને મદદની સૌથી વધુ જરૂર છે. આવા લોકોના બેંક ખાતાઓની વિગતો લેવામાં આવી છે. યશ ચોપરા ફાઉન્ડેશનના દાન રૂપે પૈસા તેમના ખાતામાં સીધા જ મોકલવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, અગાઉ ઘણા સ્ટાર્સ પીએમ કેર ફંડમાં કરોડો રૂપિયાનું દાન આપી ચૂક્યા છે.